હની સિંહના સોંગે 24 કલાકમાં જ બનાવ્યો આ રેકોર્ડ, શું તમે જાણો છો?

હની સિંહના આ સોંગે રિલીઝ કરતા પહેલા પણ તેનું ટીઝર રિલીઝ કર્યું હતુ.

હની સિંહના આ સોંગે રિલીઝ કરતા પહેલા પણ તેનું ટીઝર રિલીઝ કર્યું હતુ.

 • Share this:
  છેલ્લા બે વર્ષથી હની સિંહ બોલિવૂડથી ગાયબ હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતો પરંતુ તેણે તાજેતરમાં એક સોંગ સાથે ધમાકેદાર કમબેક કર્યુ હતુ. જો કે, આમા છતાં, તેમના કમબેકને લઇને અનેક પ્રકારના સવાલ મીડિયામાં અને લોકોના મનમાં થયા. પરંતુ તે તમામ પ્રશ્નોના જવાબ હની સિંહે તેમના વીડિયો દ્વારા આપી દીધા છે.

  24 કલાકમાં 19 મિલિયન લોકોએ જોયું

  હનીસિંહનું તાજેતરનું સોંગ 'મખના' પહેલેથી ટોચની ચાર્ટબસ્ટરમાં જગ્યા બનાવી લીધી છે, પણ તે યુ ટ્યુબ પર પણ સૌથી વધારે ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સોંગ ફક્ત 24 કલાકમાં 19 મિલિયનથી વધુ વખત જોવાયું છે. વર્લ્ડ ચાર્ટમાં હની સિંહનું આ સોંગ 13મા સ્થાને છે. આ દરમિયાન, આગામી સમયમાં સૌથી વધુ વ્યૂઝ મળશે.
  ટીઝર પણ કર્યુ હતુ રિલીઝ

  હનીસિંહે આ સોંગને રીલિઝ કરતા પહેલા તેના ટીઝરને રિલીઝ કર્યુ હતુ, તેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. હની સિંહ આ સોંગમાં અલગ-અલગ અંદાજમાં નજર આવી રહ્યો છે. આ સોંગને હની સિંગ ઉપરાંત, નેહા કાક્કડે તેમનો અવાજ આપ્યો છે.
  Published by:Bhoomi Koyani
  First published: