Yo Yo Honey Singh: દિલ્હીની એક કોર્ટે હની સિંહને ફટકાર લગાવી છે. તે સુનાવણી દરમિયાન આજે કોર્ટમાં હાજર નહોતો રહ્યો. કોર્ટે તેની મેડિકલ રિપોર્ટ અને આઇટીઆર રિટર્ન્સ જમા કરવા કહ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: યો યો હની સિંહ (Yo Yo Honey Singh) ગત થોડા સમયથી વિવાદોમાં ઘેરાયેલો છે. હાલમાં જ તેની પત્ની શાલિની તલવારે તેનાં પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો અન આ મામલે કોર્ટ કેસ પણ કર્યો હતો. આજે દિલ્હીની એક કોર્ટમાં તેની સુનાવણી થઇ. સુનાવણી દરમિયાન હની સિંહ કોર્ટમાં હાજર રહ્યો ન હતો. જે બાદ કોર્ટે તેનો ઉધડો લીધો હતો. અને તેને મેડિકલ રિપોર્ટ અને આઇટી રિટર્ન જમા કરવાંનો આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે, 'કોઇપણ કાયદાની ઉપર નથી.' હની સિંહનાં વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, સિંગરની તબિયત નાદુરસ્ત છે. તેથી તે કોર્ટમાં હાજર નથી રહી શકતો. હની સિંહનાં વકીલે તેનાં અસ્વસ્થ હોવાનો હવાલો આપીને તેને વ્યક્તિગત પેશીમાં છૂટ આપવાની માંગણી કરી હતી. જોકે, વકીલે કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, તે આગામી સુનાવણીમાં હાજરી આપશે.
આપને જણાવી દઇએ કે, યો યો હની સિંહ (Honey Singh Domesti Violence)નાં વિરોધમાં તેની પત્ની શાલિની તલવારે 3 ઓગસ્ટનાં ઘરેલું હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો. પોલીસે 'ઘરેલું હિંસાથી મહિલાઓની સુરક્ષાનાં કાયદા' હેઠળ આ કેસ દાખલ કર્યો છે.
આ કેસમાં પત્ની (Yo Yo Honey Singh Wife ) શાલિની તલવારે ( Shalini Talwar) યો યોય હની સિંહ અને તેનાં પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યાં ચે. તેણે ઘરેલૂ હિંસામાં મહિલાની સુરક્ષા એક્ટ હેઠળ 10 કરોડ રૂપિયાનાં વળતરની માંગણી પણ કરી છે.
તો બીજી તરફ હની સિંહે તેનાં સોશિયલ મીડિયા પેજ પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું, જે મુજબ, આ નિવેદનમાં તેણે કહ્યું હતું કે, 'મારી પત્ની શાલિની સિંહ દ્વારા લગાવવામાં આવેલાં તમામ આરોપ સંપૂર્ણ ખોટા છે. હું આ આરોપોથી ખુબજ દુખી છું. હું આજ પહેલાં ક્યારેય પબ્લિક સ્ટેટમેન્ટ નથી આપ્યું.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર