હની સિંહે પત્નીના આરોપ પર તોડી ચુપ્પી, કહ્યું- 20 વર્ષ સાથી રહી શાલિનીના આરોપોથી દુ:ખી છું

(ફોટો સાભાર - @yoyohoneysingh/sheenz_t/Instagarm)

Yo Yo Honey Sing latest news- હની સિંહની (Yo Yo Honey Singh)પત્ની શાલિની તલવારે (Shalini Talwar)તેની ઉપર ઘરેલું હિંસા, માનસિક અને આર્થિક શોષણનો આરોપ લગાવ્યો છે

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ સિંગર (Bollywood Singer) અને હ્નદેશ સિંહ ઉર્ફે રેપર હની સિંહની (Yo Yo Honey Singh)પત્ની શાલિની તલવારે (Shalini Talwar)તેની ઉપર ઘરેલું હિંસા (domestic violence) , માનસિક અને આર્થિક શોષણનો આરોપ લગાવ્યો હતો. શાલિનીએ કહ્યું હતું કે હ્નદેશ, તેના માતા-પિતા અને તેની બહેને તેનું શોષણ કર્યું છે. તેણે ચારેય સામે તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં શાલિનીએ આરોપ લગાવ્યો હતો કે હનીમૂન દરમિયાન જ હની સિંહે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.

  હની સિંહે આ મુદ્દા પર પ્રથમ વખત પોતાની ચુપકેદી તોડી છે. હની સિંહે પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ નોટ લખીને પોતાનો પક્ષ રાખ્યો છે. હની સિંહે લખ્યું કે 20 વર્ષો સુધી મારી સાથે રહેલી મારા પત્ની શ્રીમતિ શાલિની તલવારે મારી ઉપર અને મારા પરિવાર ઉપર લગાવેલા ખોટા અને દુર્ભાવનાપૂર્ણ આરોપોથી હું ઘણો દુખી અને વ્યથિત છું. આ બધા આરોપોથી હું ઘણો પરેશાન છું.

  આ પણ વાંચો - Bigg Boss OTT: રાજ કુન્દ્રાની કોન્ટ્રોવર્સીના કારણે કરણ જોહરના શોમાં શમિતા શેટ્ટી જોવા મળશે કે કેમ?

  હની સિંહે આગળ લખ્યું કે મેં અત્યાર સુધી ક્યારેય પણ કોઇ સાર્વજનિક નિવેદન કે પ્રેસ નોટ જાહેર કરી નથી. ત્યાં સુધી કે પોતાના ગીતો, હેલ્થ પર લગાવવામાં આવી રહેલી અટકળો અને સામાન્યત નકારાત્મક મીડિયા કવરેજમાં સખત ટિકા કર્યા પછી આવું કર્યું નથી. જોકે આ વખતે મને ચુપ્પી બનાવી રાખવા માટે કોઇ કારણ દેખાયું નથી કારણ કે મારા પરિવાર, ઘરડા પેરેન્ટ્સ અને નાની બહેન પર આરોપ લગાવવામાં આવ્યા છે. મારા માતા-પિતા અને મારી નાની બહેન મારી લાઇફના ખરાબ સમયમાં પણ મારી સાથે ઉભા રહ્યા છે અને મારા માટે ઘણા ખાસ છે. આરોપીની પ્રકૃતિ કુટિલ અને બદનામ કરવાની છે.

  હની સિંહે લખ્યું કે હું ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષોથી વધારે સમય સાથે જોડાયેલો છું અને મેં દેશભરના કલાકારો અને સંગીતકારો સાથે કામ કર્યું છે. મારી પત્ની સાથેના મારા સંબંધોથી દરેક પરિચિત છે. જે એક દશકથી વધારે સમયથી મારી ક્રૂ નો અભિન્ન હિસ્સો રહી છે અને હંમેશા મારી સાથે શૂટિંગ, ઇવેન્ટ્સ અને મિટિંગ્સમાં આવતી રહી છે.
  Published by:Ashish Goyal
  First published: