એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: લોકસભા ચૂંટણી સમયે ચૂંટણી ડ્યુટીમાં એક ચૂંટણી અધિકારી સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ હતી. પીળી સાળી વાળી મહિલા અધિકારી મુસ્કાન અને જીવંતતા લોકોમાં ચર્ચાનું કારણ બની હતી. ચૂંટણી ડ્યૂટીમાં કામ કરનારી આ મહિલા PWDની ઓફિસર રીના દ્વિવેદી છે. ચૂંટણી બાદ પણ રીના દ્વિવેદીને લઇને લોકોમાં ક્રેઝ માથે ચઢ્યો છે. કારણ કે ટિક ટોક પર તેનાં વીડિયો વાયરલ થતા રહે છે. રીના દ્વિવેદીનો ટિક ટોક વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો તેને હરિયાણાની ડાન્સર સપના ચૌધરીની જગ્યા તે લઇ લેશે તેમ જણાવે છે.
ટિક ટોકનો આ વીડિયો વાયરલ થવામાં રીના ગ્રીન કલરની સાડીમાં સપના ચૌધરીની જેમ જ 'તેરી આખ્યા કા કાજલ' સોન્ગ પર ડાન્સ કરતી નજર આવે ચે. રીના દ્વિવેદી ડાન્સ કરી રહી છે ત્યારે લાખો લોકોએ તેને પસંદ કરી છે. તેનો વીડિયો થોડાં જ સમયમાં વાયુવેગે વાયરલ થઇ ગયો છે.
રીના સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેનો પહેલો ટિક ટોક વીડિયો સોશિયલ મીડિાય અકાઉન્ટ પર તેણે શેર કર્યો હતો. તે સમયે તે પીળા રંગના ડ્રેસમાં હતી. તે વીડિયોને પણ તેનાં ચાહકોએ ખુબજ પસંદ કર્યો હતો.
આપને જણાવી દઇએ કે, રીનાને ભોજપુરી ફિલ્મોની ઓફર પણ મળી ચુકી છે. પણ દીકરાને કારણે તેણે ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી. વર્ષ 2013માં રીનાનાં પતિનું નિધન થઇ ગાય બાદ તેને Pwdમાં નોકરી મળી ગઇ. રીનાનાં વર્ષ 2004માં લગ્ન થયા હતાં. અને તેને 13 વર્ષનો એક દીકરો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર