Yeh Rishta Kya Kehlata Haiમાંથી ‘કાર્તિક’ની સફર થઈ પૂરી, મોહસિન ખાને પોતાની ફીલિંગ્સ શેર કરી

YRKKHમાં કાર્તિકનો રોલ કરતા મોહસિન ખાન (Mohsin Khan)ની શો સાથેની લગભગ સાડા પાંચ વર્ષની સફર પૂરી થઈ ગઈ છે. ફોટો- (Instagram/mohsin khan)

મોહસિન ખાને (Mohsin Khan) કહ્યું કે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’એ મારા દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે અને મારા છેલ્લા કેટલાંક દિવસો બહુ ઈમોશનલ રહ્યા છે. આ શોમાં મારો રોલ ઉપરાંત આખી ટીમને હું બહુ યાદ કરીશ.’

 • Share this:
  મુંબઈ. પોપ્યુલર ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai)માં નવા ચહેરાની એન્ટ્રી થવાની છે ત્યારે જૂના અને જાણીતાં કલાકારો વિદાય લેવાના છે. શોમાં કાર્તિકનો રોલ કરતા મોહસિન ખાન (Mohsin Khan)ની આ શો સાથેની લગભગ સાડા પાંચ વર્ષની સફર પૂરી થઈ ગઈ છે. વર્ષ 2009માં શરુ થયેલા આ શોએ દર્શકોમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. મોહસિન આ શો સાથે 2016માં જોડાયો હતો. ચોકલેટી બોય આ એક્ટર અને તેની કો-સ્ટાર શિવાંગી જોશીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ગમી હતી. તેમની જોડીને ઘણો પ્રેમ મળ્યો છે. મોહસિન અને શિવાંગી ટીવીની મોસ્ટ પોપ્યુલર જોડીમાંથી એક છે.

  આ પણ વાંચો-નડિયાદમાં જન્મેલો છે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ...'નો કાર્તિક, ફાંકડુ ગુજરાતી બોલી જાણે છે હિરો

  આ પણ વાંચો: 'અનુપમા'નો પલ્લૂ પકડતો જોવા મળ્યો અનુજ કપાડિયા, રોમેન્ટિક ડાન્સ થયો વાયરલ

  મોહસિન ખાનનો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની આખી ટીમ સાથે એક ખાસ સંબંધ બની ગયો હતો. અભિનેતા અવારનવાર પોતાના કલીગ સાથે ફોટોઝ શેર કરતો રહે છે. સચિન ત્યાગી જે કાર્તિકના પિતાના રોલમાં હતા, તેમની સાથે મોહસિનની સ્પેશ્યલ પ્રોફેશનલ રિલેશનશિપ બની ગઈ હતી. મોહસિને ઇન્સ્ટાગ્રામ પર સચિન સાથે એક ફોટો શેર કર્યો છે અને તેમના વખાણ કરતાં લખ્યું છે કે, ‘પિતા-પુત્રના રોલ નિભાવતા 5 વર્ષ થયા. અમિતાભ બચ્ચન, શોલે, ગોડફાધર અને ફિલ્મમેકિંગ પ્રત્યેના અમારા ઓબ્સેશને અમારી મિત્રતાને વધુ ગાઢ બનાવી છે. હું ઘણું શીખ્યો છું આમની પાસે. ખરેખર શું વ્યક્તિ છે એ.’

  mohsin khan with sachin tyagi

  મોહસિને કાર્તિકના રોલમાં તગડી ફેન ફોલોઈંગ બનાવી નાખી છે એટલે તેના શો છોડવા પર ચાહકો બહુ નિરાશ થયા છે. શોના કો-સ્ટાર્સ સાથેના તેમના ફોટોઝ સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા છે. મોહસિન અને શિવાંગીની જોડીને પણ દર્શકો બહુ મિસ કરવાના છે.

  આ પણ વાંચો: અંકિતા લોખંડેએ ફેન્સને દેખાડી નવા ઘરની ઝલક, લગ્ન બાદ વિક્કી જૈન સાથે અહીં શિફ્ટ થશે?

  મોહસિને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ શોમાં કામ કરવાનો અનુભવ ખરેખર અદભુત રહ્યો છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શોએ મારા દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે અને મારા છેલ્લા કેટલાંક દિવસો બહુ ઈમોશનલ રહ્યા છે. આ શોમાં મારો રોલ ઉપરાંત આખી ટીમને હું બહુ યાદ કરીશ. આટલા વર્ષોમાં આખી ટીમ સાથે એક પરિવાર જેવો સંબંધ બન્યો છે. હું મારા ફેન્સનો પણ બહુ આભારી છું જેમણે મને આટલો પ્રેમ આપ્યો.’

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Nirali Dave
  First published: