Home /News /entertainment /'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ લત્તા સભરવાલને થઈ ગંભીર બીમારી, ફેન્સને કહ્યુ- 'પ્લીઝ... મારા માટે પ્રાર્થના કરો'
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ લત્તા સભરવાલને થઈ ગંભીર બીમારી, ફેન્સને કહ્યુ- 'પ્લીઝ... મારા માટે પ્રાર્થના કરો'
'પ્લીઝ... મારા માટે પ્રાર્થના કરો'
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની રાજશ્રી એટલે લત્તા સભરવાલે પોતાની શાનદાર એક્ટિંગથી ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવી અને લોકોના દિલો પર રાજ કર્યુ. તેના ઘણાં ફેન્સ સોશિયલ મીડિયા પર ફોલો કરે છે, પરંતુ તેની એક પોસ્ટે તેના ફેન્સની ચિંતા વધારી દીધી છે.
મુંબઈઃ ટીવીના ફેમસ શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અક્ષરાની માતાનું પાત્ર રાજશ્રી ગોયલ માહેશ્વરીનું પાત્રએ ભજવ્યુ હતું. રાજશ્રીના નામથી ઘર-ઘરમાં ઓળખ બનાવનારી એક્ટ્રેસની તબિયત રીયલ લાઈફમાં ખૂબ જ બગડી રહી છે. પોતાના સ્વાસ્થ્યને લઈને એક મોટી અપડેટ આપતા તેણે ફેન્સને પોતાના માટે પ્રાર્થના કરવાની અપલી કરી છે.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની રાજશ્રી એટલે લત્તા સભરવાલે પોતાની શાનદાર એક્ટિંગ દ્વારા ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી અને લોકોના દિલો પર રાજ કર્યુ. તેના ઘણાં ફેન્સ તેને સોશિયલ મીડિયા માટે પણ ફોલો કરે છે, પરંતુ તેની એક પોસ્ટે દરેક લોકોની ચિંતા વધારી દીધી છે.
લત્તા સભરવાલે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી અને ફેન્સને જાણકારી આપી છે કે તેને ગળામાં ગાંઠ થઈ ગઈ છે અને તેની સારવાર સમયસર ના કરવામાં આવી તો તે પોતાનો અવાજ પણ ગુમાવી શકે છે.
પોસ્ટ દ્વારા ફેન્સને જણાવ્યું કારણ
તેણીએ પોતાની પોસ્ટમાં ફેન્સને જણાવ્યું, 'પ્લીઝ મારા માટે પ્રાર્થના કરો. મારા ગળાની આસપાસ ગાંઠો થઈ રહી છે. જેના કારણે મને બોલવામાં તકલીફ પડી રહી છે. હું હજુ ENT (કાન, નાક અને ગળાના ડૉક્ટર) ની પાસે આવી છું. તેમણે મને જણાવ્યું કે મારા ગળામાં ગાંઠ થઈ ગઈ છે, જે ઠીક કરવા માટે મને એક અઠવાડિયામાં સંપૂર્ણપણે આરામ કરવો પડશે. મને સ્ટેરૉઇડ્સ આપી છે, કારણકે તેની એકમાત્ર જ સારવાર છે. તે ઘણી ગંભીર સમસ્યા છે. જો મેં ધ્યાન ના આપ્યુ તો મારો અવાજ હંમેશા માટે પણ જઈ શકે છે. હું થોડી ડરી રહી છું.'
એક્ટ્રેસે આ પોસ્ટથી ફેન્સની ચિંતાને વધારી દીધી છે. તેમના મિત્ર અને ફેન્સ લત્તા સભરવાલની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમના જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
ટીવીથી લઈ ચુકી છે બ્રેક
તમને જણાવી દઈએ કે તેણીએ ટીવીની દુનિયાને અલવિદા કહી દીધું છે અને હવે તેણી હવે શોર્ટ ફિલ્મોમાં પોતાની કિસ્મત આજમાવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર