આપની ફેવરેઇટ સિરિયલ 'યે હૈ મોહાબતે'માં થશે વધુ એક પાત્રનું મોત

News18 Gujarati
Updated: May 29, 2018, 12:52 PM IST
આપની ફેવરેઇટ સિરિયલ 'યે હૈ મોહાબતે'માં થશે વધુ એક પાત્રનું મોત
સ્ટાર પ્લસનાં પોપ્યુલર શો 'યે હૈ મોહાબતે'માંથી વધુ એક પાત્રનું મોત થવાનું છે

સ્ટાર પ્લસનાં પોપ્યુલર શો 'યે હૈ મોહાબતે'માંથી વધુ એક પાત્રનું મોત થવાનું છે

  • Share this:
મુંબઇ: સ્ટાર પ્લસનાં પોપ્યુલર શો 'યે હૈ મોહાબતે'માંથી વધુ એક પાત્રનું મોત થવાનું છે. હાલમાં જ શોમાં લિડ કેરેક્ટર આદિત્ય ભલ્લાનું મોત થયુ હોવાનું
બતાવવામાં આવ્યું. આ સાથે જ શોમાંથી અભિષેક વેર્માની એક્ઝિટ થઇ ગઇ છે.

તો હવે આદિત્ય બાદ રોશનીનું મોત થશે તેમ દર્શાવવામાં આવશે. રોશનીનો રોલ પ્લે કરનારી વિદીશા શ્રીવાસ્તવ હાલમાં શોમાં પ્રેગ્નેન્ટ બતાવવામાં આવી છે. રોશની આદિત્યનાં બાળકને જન્મ આપશે અને તે સમયે તેનું મોત થઇ જશે.

ટેલી ચક્કર વેબસાઇટની ખબરની માનીયે તો, રોશની લેબર પેઇનમાં હશે ત્યારે ઇશિતા તેને હોસ્પિટલ લઇ જશે. પણ કોઇ કારણસર તેઓ રોશનીને બચાવી શકશે નહીં  અને આ સાથે જ આદિત્ય અને રોશનીનાં દીકરાનો જન્મ થશે. જે બાદ આ શો નવ મહિનાનો જમ્પ આપવામાં આવશે. શોમાં ફરીથી રમણ અને ઇશિતા એકબીજાની વિરોધમાં થશે. અને બંને આ બાળકની કસ્ટડી પોતાની પાસે મેળવવા ઇચ્છે છે કારણ કે તેઓ માને છે કે આ તેમનાં દીકરા આદિત્યની અંતિમ નિશાની છે.
First published: May 29, 2018, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading