Home /News /entertainment /Highest Collection Telugu film 2021: આ 5 તેલુગુ ફિલ્મો જેમણે વર્ષ 2021માં કરી સૌથી વધુ કમાણી

Highest Collection Telugu film 2021: આ 5 તેલુગુ ફિલ્મો જેમણે વર્ષ 2021માં કરી સૌથી વધુ કમાણી

2021માં સૌથી વધારે કમાણી કરનાર તેલુગુ ફિલ્મ

Five Highest Collection Telugu film: કોરોનામાં થિયેટર બંધ થઈ જવાને કારણે સિનેમાજગતની અર્થવ્યવસ્થાને ખૂબ જ નુકસાન થયું છે. અહીં તેલુગુની ટોપ 5 એવી ફિલ્મો વિશે જાણકારી આપવામાં આવી છે જે ખૂબ જ હિટ થઈ છે.

Five Highest Collection Telugu film: કોરોના મહામારી (Corona epidemic) ને કારણે સિનેમા જગતે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. થિયેટર બંધ થઈ જવાને કારણે સિનેમાજગતની અર્થવ્યવસ્થાને ખૂબ જ નુકસાન થયું છે. અહીં તેલુગુની ટોપ 5 એવી ફિલ્મો (Highest Collection Telugu film)  વિશે જાણકારી આપવામાં આવી છે જે ખૂબ જ હિટ થઈ છે.

પુષ્પા: ધ રાઈઝ (PUSHPA: THE RISE)

આ ફિલ્મ 17 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા છતાં આ ફિલ્મે અત્યાર સુધીમાં 236 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે માત્ર 3 દિવસમાં 107.5 કરોડની કમાણી કરી છે. આ એક્શન ડ્રામા ફિલ્મ સુકુમાર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે, જેમાં અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandana) એ મુખ્ય પાત્ર ભજવ્યું છે.

વકીલ સાબ (VAKEEL SAAB) 

તેલુગુ ફિલ્મ વકીલ સાબ સૌથી વધુ કમાણી કરનાર બીજા નંબરની ફિલ્મ બની ગઈ છે આ ફિલ્મે રૂ. 137.65 કરોડની કમાણી કરી છે. કોરોના મહામારી બાદ આ ફિલ્મે એપનિંગમાં રૂ. 42 કરોડની સૌથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મ વેનુ શ્રીરામે ડાયરેક્ટ કરી છે, જે હિન્દી ફિલ્મ પિંકની રિમેક છે.

અખંડ (AKHANDA) 

ફિલ્મ અખંડ 2 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર અત્યાર સુધીમાં રૂ. 121.50 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે 11 દિવસમાં રૂ. 100 કરોડથી વધુ કમાણી કરી છે. આ એક્શન ફિલ્મ શ્રીનુ બોયાપતિ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને હજુ પણ સિનેમાઘરમાં ચાલી રહી છે.

ઉપ્પેના (UPPENA)

તેલુગુ ફિલ્મ ઉપ્પેનાએ રૂ. 83 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ રૂ. 22 કરોડના ખર્ચે બની હતી અને 12 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર રૂ. 15 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ બુચી બાબુ સનાએ ડાયરેક્ટ કરી હતી અને વિજય સેતુપતિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો - 'બસપન કા પ્યાર' ફેમ સહદેવ દિરડો આવ્યો ભાનમાં, જાણો કેવી છે હવે તેની તબિયત

જથી રત્નાલુ (JATHI RATNALU)

આ કોમેડી ડ્રામા ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને રૂ. 65-70 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ બનાવવામાં રૂ. 4 કરોડનો ખર્ચ થયો હતો. અનુદીપ કેવી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં નવીન પોલિશેટ્ટી, પ્રિયદર્શી અને નરેશે એક્ટીંગ કરી છે. 11 માર્ચે રિલીઝ થયેલ આ ફિલ્મે રૂ. 8.1 કરોડની કમાણી કરી છે.
First published:

Tags: Bye Bye 2021, Telugu Film, Tollywood, Tollywood Actress, Year Ender 2021