Home /News /entertainment /Year Ender 2021: આ વેબ સીરીઝે મચાવી ધૂમ, મળ્યો દર્શકોનો ગજબ રીસ્પોન્સ

Year Ender 2021: આ વેબ સીરીઝે મચાવી ધૂમ, મળ્યો દર્શકોનો ગજબ રીસ્પોન્સ

બેસ્ટ વેબસિરીઝ 2021

કોરોના મહામારી (Covid-19) દરમિયાન લોકોને ઘરે બેઠા મનોરંજન (Entertainment) પૂરૂ પાડવાનું કામ ઓટીટી પ્લેટફોર્મ્સે (OTT Platforms) ખૂબ સારી રીતે કર્યુ. લોકોનું ધ્યાન વેબ સીરીઝ (Most Popular Web Series in 2021) પર આકર્ષિત થયું

  કોરોના મહામારી (Covid-19) દરમિયાન લોકોને ઘરે બેઠા મનોરંજન (Entertainment) પૂરૂ પાડવાનું કામ ઓટીટી પ્લેટફોર્મ્સે (OTT Platforms) ખૂબ સારી રીતે કર્યુ છે. આ વર્ષે અનેક શો રીલીઝ થયા જેણે ભારે ધૂમ મચાવી. અમુક શોની સિઝન પણ રીલીઝ કરવામાં આવી. જોકે, મહામારીના કારણે અનેક પ્રોડક્શન હાઉસને તેમના શૂટિંગ અટકાવવા પડ્યા હતા. પરંતુ અમુક નવી સિઝન અને સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ, ડિઝની+ હોટસ્ટાર, અમેઝોન પ્રાઇમ અને એપલ ટીવી+ પર રીલીઝ થતા લોકોનું ધ્યાન વેબ સીરીઝ (Most Popular Web Series in 2021) પર આકર્ષિત કર્યુ હતું.

  સ્ક્વિડ ગેમ

  કોરિયન વેબ સીરીઝ સ્ક્વિડ ગેમને 2021ની બ્રેકઆઉટ સફળતા હતી. સર્વાઇવલ, એક્સ્પ્લોરેશન અને સ્કેવેન્જિંગ સાથે લાસ્ટ-મેન-સેટન્ડિંગ થીમ દરેકની #1Streamingની સલાહ બની હતી અને Netflix પર ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું.

  મેર ઓફ ઇસ્ટટાઉન

  એપ્રિલ 2021માં તેના પ્રીમિયર પહેલાં કેટ વિન્સલેટ સાથેની ક્રાઇમ ડ્રામા સિરિઝને તેટલી પ્રી-રિલિઝ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ મે મહિનામાં લોકોના મોઢે આ સીરીઝનું નામ આવી ગયું હતું. IMDb અનુસાર, તે તેના સમગ્ર સાત-એપિસોડ માટે ટોપ ટાઇટલ રહી હતી.

  મની હેઇસ્ટ

  બેંક હેઇસ્ટ સિરીઝ મની હેઇસ્ટ ઉર્ફે લા કાસા દે પેપલને કઇ રીતે ભૂલી શકાય. જ્યારે ઘણી લોકપ્રિય વેબ સીરિઝનો નિરાશાજનક અંત હતો, ત્યારે મની હેઇસ્ટનો અંતિમ એપિસોડ અલ્ટિમેટ શોડાઉન હતો. આ સીરીઝે પણ લોકોની ભારે વાહવાહી મેળવી હતી.

  લોકી

  હોલીવુડ સ્ટાર્સ જેમ કે ઓવેન વિલ્સન, ગુગુ બાથા રા, વુન્મી મોસાકુ, સોફિયા ડી માર્ટિનો, રિચર્ડ ઇ ગ્રાન્ટ અને યુજેન કોર્ડેરો મુખ્ય ભૂમિકામાં ટોમ હિડલસ્ટન સાથે લોકી સીરીઝમાં જોવા મળ્યા હતા. આ વેબ સિરીઝ દ્વારા આવી અનોખી દુનિયાની સ્થાપના કરવામાં આવી છે, જેની ન તો શરૂઆત છે અને ન તો અંત. વાસ્તવમાં આ સિરીઝનો ખરો રોમાંચ તે જ છે.

  વાન્ડા વિઝન

  વાન્ડા વિઝન પાસે સરેરાશ રીવ્યૂ સ્કોરની દ્રષ્ટિએ સૌથી વધુ IMDb મેટાસ્કોર છે. સીરીઝને પ્લોટ વધુ બોલ્ડ અને જોખમી છે, કારણે તેમાં હાઇ-કોન્સેપ્ટ સ્ટોરી છે.

  ધ ફેમિલી મેન

  ધ ફેમિલી મેન 8.8 IMDb રેટિંગ સાથે એક આઇકોનિક જાસૂસી થ્રિલર સીરીઝ બની હતી. જેમાં બાજપેયી NIA યુનિટ માટે ગુપ્ત રીતે કામ કરે છે. આ થ્રીલર અને રસપ્રદ સીરીઝ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ માટે 11 નોમિનેશન મેળવી ચૂકી છે, જેમાંથી 5 નોમિનેશન જીત્યા છે. તેને 8.8IMDb રેટિંગ મળ્યું છે.

  એસ્પિરેન્ટ્સ

  આ સીરીઝની કહાની અભિલાષ, ગુરી અને એસકે - ત્રણ UPSC ઉમેદવારોના ભૂતકાળ અને વર્તમાન જીવનનું પ્રતિબિંબ દર્શાવે છે. ભારતીય યુવાનો માટે આ સીરીઝનો પ્લોટ અને કલાકારોનો અભિનય ખૂબ પ્રેરણાદાયી છે.

  ઢીંડોરા

  યુટ્યુબર ભુવમ બામ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ સ્લાઇસ-ઓફ-લાઇફ ડ્રામા એક મધ્યમ-વર્ગીય પરિવારના જીવન અને અચાનક કરવામાં આવતી ખરીદી પછી બનતી ઘટનાઓની આસપાસ કેન્દ્રિત છે.

  વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મ્સ, ટોપ વેબ સીરીઝ, વર્ષ 2021, મનોરંજન, Entertainment, OTT Platforms, Top Web Series, Year 2021
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Bye Bye 2021, Web Series, Year Ender 2021

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन