Home /News /entertainment /ક્રાઇમ થ્રિલરથી ભરપૂર ગુજરાતી શોર્ટ ફિલ્મ 'મિસિંગ' માં જોવા મળશે યશ- દીક્ષાની જોડી
ક્રાઇમ થ્રિલરથી ભરપૂર ગુજરાતી શોર્ટ ફિલ્મ 'મિસિંગ' માં જોવા મળશે યશ- દીક્ષાની જોડી
યશ અને દિક્ષા જોવા મળશે લિડ રોલમાં
Gujarati Thriller Short Film: યશ સોની અને દીક્ષા જોષી અભિનીત સિરીઝ 'મિસિંગ' એક સસ્પેન્સ થ્રિલર છે જે સામાજિક મુદ્દાઓ અને અપહરણની ઘટનાઓની આસપાસની ઘટનાઓને સંબોધિત કરે છે. આ સાથે કલાકારોના અભિનય પણ અદભૂત છે જે સિરીઝના ટીઝર શકાય છે. તેઓ એવા પાત્રો નિભાવી રહ્યા છે જે અત્યાર સુધી તેઓએ કરેલી ફિલ્મોના પાત્રોથી તદન અલગ છે. આ સ્ટોરી જે મુદ્દાઓને સ્પર્શતી દેખાય છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગુજરાતના પોતાના પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, 'ઓહો ગુજરાતી' એ તાજેતરમાં જ ડિજિટલ ક્ષેત્રે તેનું એક વર્ષ પૂર્ણ કર્યુ 'ઓહો ગુજરાતી'એ આખા વર્ષ દરમિયાન તમામ શૈલીઓ તથા વિષયો પર વિવિધ શૉ સાથે આપણને મનોરંજન પૂરું પાડ્યું છે જે વિવિધ વયના લોકો દ્વારા પસંદ કરાયું અને સ્વીકારવામાં પણ આવ્યું. 'વિઠ્ઠલ તીડી' ની (Vitthal Tidi) રજૂઆતના એક વર્ષ પછી, દિગ્દર્શક તરીકે અભિષેક જૈન તેની આગામી મોટી શોર્ટ ફિલ્મ (Gujarati Short film ) લઈને ટૂંક સમયમાં આવી રહ્યા છે જેનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે.
યશ સોની અને દીક્ષા જોષી અભિનીત સિરીઝ 'મિસિંગ' એક સસ્પેન્સ થ્રિલર છે જે સામાજિક મુદ્દાઓ અને અપહરણની ઘટનાઓની આસપાસની ઘટનાઓને સંબોધિત કરે છે. આ સાથે કલાકારોના અભિનય પણ અદભૂત છે જે સિરીઝના ટીઝર શકાય છે. તેઓ એવા પાત્રો નિભાવી રહ્યા છે જે અત્યાર સુધી તેમણે કરેલી ફિલ્મોના પાત્રોથી તદન અલગ છે. આ સ્ટોરી જે મુદ્દાઓને સ્પર્શતી દેખાય છે તે મુદ્દાઓ પર ચર્ચા કરવી ખરેખર આવશ્યક છે, અને ખુશીની વાત એ છે કે આ પ્રકારના હિંમતવાન, સાહસિક અને ગતિશીલ સિનેમેટિક કન્ટેન્ટ અને ધટનાઓ હવે ગુજરાતીમાં બની રહ્યું છે.
" isDesktop="true" id="1221270" >
આ વેબ સિરીઝ ઓગસ્ટ 2022માં રિલીઝ થવાની છે. જેનું ટિઝર સામે આવી ગયુ છે
અભિષેક જૈન સિરીઝ 'મિસિંગ' વિશે તેમના વિચારો વ્યક્ત કરે છે - "એક એવી સ્ક્રિપ્ટ જેને મારી અંતરઆત્મા સાથે વાત કરી અને તેના વર્ણન દરમિયાન બધાને આશ્ચર્યચકિત કરી દીધા તો એ છે 'મિસિંગ'. ‘મિસિંગ’ કોઈ વાસ્તવિક વાર્તા પર આધારિત નથી પરંતુ ઘણી વાસ્તવિક વાર્તાઓથી પ્રેરિત છે. અત્યાર સુધી, અમે લોકોને સંબંધિત, હૃદયસ્પર્શી અને મનોરંજક વાર્તાઓ બનાવી છે જેને લોકોએ સ્વીકાર્યુ છે, પરંતુ હવે સમાજના એક ભાગ તરીકે આપણે આપણું પ્રતિબિંબ જોવાનો સમય આવી ગયો છે. ‘મિસિંગ’ જે સમાજની ન જોવી ગમતી વાસ્તવિકતાને બતાવશે."
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર