Lakme Fashion Week 2019: રેમ્પ પર પડતાં-પડતાં બચી યામી ગૌતમ

રેમ્પ વોક દરમિયાન યામીનું બેલેન્સ બગડ્યું હતું અને તે પડતાં-પડતાં બચી હતી

રેમ્પ વોક દરમિયાન યામીનું બેલેન્સ બગડ્યું હતું અને તે પડતાં-પડતાં બચી હતી

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ તાજેતરમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ 'ઉરી'ને લઇને ચર્ચામાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મે 150 કરોડથી વધુ કલેક્શન કર્યું છે. ફિલ્મની સફળતા બાદ ગઇકાલે યામી ગૌતમ લેકમે ફેશન વીક 2019માં રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

    રેમ્પ વોક દરમિયાન યામીનું બેલેન્સ બગડ્યું હતું અને તે પડતાં-પડતાં બચી હતી. યામીનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, રેમ્પ પર વોક દરમિયાન તેનું બેલેન્સ બગડે છે. જોકે, યામીએ પરિસ્થિતિને સાચવતી જોવા મળે છે અને પડતાં-પડતાં બચી જાય છે. ઇવેન્ટમાં યામી લોંગ ગાઉન અને બુટ્સમાં જોવા મળી હતી.





    આ પણ વાંચો: 'દિલબર' ગર્લ'ના હોટ ડાન્સે ફરી મચાવી ધૂમ, ચલકાતી કમરે કર્યા દિવાના

    જોકે, આ બાદ યામી પોતાને સાચવે છે અને ચહેરા પર સ્મિથ સાથે આગળ વધે છે. આ જોતાં ત્યાં હાજર ઓડિયન્સ પણ તેને ચિયર કરતાં જોવા મળ્યા હતા. યામી ઉપરાંત આ ઇવેન્ટમાં તબ્બુ અને કરન જોહર પણ રેમ્પ પર જોવા મળ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published: