Home /News /entertainment /

Yami Gautam Birthday : IAS ઓફિસર બનવા માંગતી હતી, યામી ગૌતમના જીવનની 10 ખાસ વાતો

Yami Gautam Birthday : IAS ઓફિસર બનવા માંગતી હતી, યામી ગૌતમના જીવનની 10 ખાસ વાતો

યામી ગૌતમ જન્મદિવસ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓના ભણતર (Study)ની વાત કરીએ તો યામી ગૌતમનું નામ પણ ઘણું ઊંચું આવશે, કારણ કે અભિનેત્રી અભ્યાસમાં ઘણી આગળ હતી. ચાલો જાણીએ તેમના જન્મદિવસ પર 10 ખાસ વાતો.

    Yami Gautam Birthday : બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ (Actress) યામી ગૌતમ (Yami Gautam) આજે પોતાનો જન્મદિવસ (Birthday) સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રીએ વર્ષ 2012માં ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો અને અત્યાર સુધી તેણે ઘણી ફિલ્મો (Films) અને જાહેરાતો (Advertisement) થી પોતાની ખાસ ઓળખ બનાવી છે. જો ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓના ભણતર (Study)ની વાત કરીએ તો યામી ગૌતમનું નામ પણ ઘણું ઊંચું આવશે, કારણ કે અભિનેત્રી અભ્યાસમાં ઘણી આગળ હતી. ચાલો જાણીએ તેમના જન્મદિવસ પર 10 ખાસ વાતો.

    1 - યામી ગૌતમનો જન્મ (Yami Gautam Birthday) 28 નવેમ્બર 1988ના રોજ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના બિલાસપુર (Bilaspur)માં થયો હતો. જોકે, તેણે પોતાનો અભ્યાસ ચંદીગઢમાં કર્યો હતો.

    2 - યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મ નિર્દેશક છે. તેઓ તેમની ફિલ્મો 'એક નૂર' અને 'અખિયાં ઉદીકદીયાં' માટે જાણીતા છે. યામીની બહેન સુરીલીએ પણ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે.

    3 - યામી ગૌતમે 2012માં આવેલી ફિલ્મ 'વિકી ડોનર'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી પરંતુ તે પહેલા પણ તે ઘણી ફેમસ હતી.

    4 - ખરેખર, યામી ગૌતમ લાંબા સમયથી ટીવી પર 'ફેર એન્ડ લવલી'ની એડમાં જોવા મળી રહી છે. આ એડના કારણે તે લોકોમાં ખૂબ ફેમસ થઈ ગઈ અને આજે પણ તે તેની બ્રાન્ડ એમ્બેસેડર છે.

    5 - યામી ગૌતમ ફિલ્મોમાં આવતા પહેલા નાના પડદા પર જોવા મળી હતી. આ જાહેરાત જ નહીં પરંતુ તે 'ચાંદ કે પાર ચલો' અને 'યે પ્યાર ના હોગા કમ' જેવી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી હતી.

    6 - યામી ગૌતમ બોલિવૂડ ફિલ્મોમાં આવતા પહેલા કન્નડ ફિલ્મ 'ઉલ્લાસા ઉત્સાહા'માં જોવા મળી હતી. ફિલ્મમાં યામીની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

    7 - આ પછી તે ઈશ્વર નિવાસની ફિલ્મ 'ટોટલ સિયાપા'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં યામી સાથે અલી ઝફર લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય અનુપમ ખેર અને કિરણ ખેર ફિલ્મમાં સહાયક ભૂમિકામાં હતા.

    8 -. આ સિવાય યામી અજય દેવગન સાથે ફિલ્મ 'એક્શન જેક્સન', વરુણ ધવન સાથે 'બદલાપુર', રિતિક રોશન સાથે 'કાબિલ' અને પુલકિત સમ્રાટ સાથે 'સનમ રે'માં જોવા મળી છે.

    9 - યામી ગૌતમને તેની ફિલ્મ 'કાબિલ' માટે ઘણી પ્રશંસા મળી. આ ફિલ્મમાં તેણે એક અંધ મહિલાનો રોલ કર્યો હતો. આ ફિલ્મ જાન્યુઆરી 2017માં રિલીઝ થઈ હતી અને તે જબરદસ્ત હિટ રહી હતી.

    આ પણ વાંચો'RRR' ફિલ્મનું ગીત 'Janani' જોઈને લાખો લોકો રડી પડ્યા, સંગીત પણ મંત્રમગ્ધ - VIDEO

    10 - તમને જણાવી દઈએ કે યામી બોલિવૂડ એક્ટ્રેસ નહીં પરંતુ IAS ઓફિસર બનવા માંગતી હતી. તેણે કાયદાનો અભ્યાસ કર્યો છે અને લાંબા સમયથી યુપીએસસીની તૈયારી પણ કરી છે. જો કે, બાદમાં અભિનય તરફ તેમનો ઝુકાવ શરૂ થયો અને તેણે કાયદાનો અભ્યાસ છોડી દીધો અને અભિનયમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Yami Gautam

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन