યામી ગૌતમ પર આસામ સંસ્કૃતિના અપમાનનો લાગ્યો આરોપ, અભિનેત્રીએ આપી સ્પષ્ટતા

યામી ગૌતમ પર આસામ સંસ્કૃતિના અપમાનનો લાગ્યો આરોપ, અભિનેત્રીએ આપી સ્પષ્ટતા
યામી ગૌતમ

"મારું રિએક્શન ખાલી સેલ્ફ ડિફેન્સ માટે હતું." : યામી

 • Share this:
  બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) પર અસમ સંસ્કૃતિ 'ગમોસા' (Gamosa)ના અપમાનનો આરોપ લાગ્યો છે. યામી ગૌતમ જ્યારે ગુવાહાટી એરપોર્ટ પર હતી જ્યારે એક અજાણ્યા યુવકે તેમને ગમોસા પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. અને યામીએ આ યુવકે ના પાડી આગળ વધી ગઇ હતી. જે પછી સોશિયલ મીડિયા તેમના પર આસામ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ ટ્રોલર્સ મૂકી રહ્યા છે. જો કે હવે આ અંગે યામીએ સ્પષ્ટતા આપી છે.

  ગુવાહાટી એરપોર્ટ પર એક ફેન યામીને ગમોસા એટલે કે લાલ અને સફેદ રંગનો ગમછો ભેંટ આપવા જઇ રહ્યો હતો. પણ યામી અસહજતા અનુભવી તેને આમ કરતા રોક્યો. તે પછી સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી હતી. જો કે યામીએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે "મારું રિએક્શન ખાલી સેલ્ફ ડિફેન્સ હતો. એક મહિલા હોવાના કારણે ત્યારે હું અસહજ થઇ ગઇ હતી. અને તે મારી નજીક આવી રહ્યો હતો. મને કે કોઇ પણ યુવતીને પોતાની વાત રાખવાનો અધિકાર છે. હું કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી માંગતી. પણ જો કોઇનો વ્યવહાર તમને ના ગમે તો તમે તે વિરુદ્ધ અવાજ ઉઠાવો તે જરૂરી છે"

  આ પછીની એક ટ્વિટમાં યામી ગામોસા પહેરેલી પણ નજરે પડે છે. તેમણે આ ફોટો શેર કરતા કહ્યું કે તે આસામની સંસ્કૃતિને ખૂબ પ્રેમ કરે છે. તે અહીં ત્રણ વાર આવી ગઇ છે. યામી આસામમાં ગ્રેટ ગુવાહાટી મેરાથન 2020ના ફ્લેગ ઓફ માટે આવી હતી. અને અહીં તેને ગમોસા પણ સ્વીકાર્યો હતો. અને ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.


  વર્ક ફંટની વાત કરીએ તો યામી છેલ્લે બાલામાં નજરે પડી હતી. આ ફિલ્મમાં તેમની સાથે આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર પણ હતી.
  Published by:Chaitali Shukla
  First published:March 02, 2020, 17:22 pm

  ટૉપ ન્યૂઝ