Home /News /entertainment /Yai Re Song: સલમાનની Ex સાથે હની સિંહે રિક્રિએટ કર્યુ 'યાઈ રે' સોન્ગ, લગાવ્યો EDMનો તડકો

Yai Re Song: સલમાનની Ex સાથે હની સિંહે રિક્રિએટ કર્યુ 'યાઈ રે' સોન્ગ, લગાવ્યો EDMનો તડકો

ફોટોઃ @yoyohoneysingh

સલમાન ખાનની કથિત એક્સ-ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર અને રૅપર યો યો હની સિંહનો આ એક મ્યૂઝિક વીડિયો આજે લોન્ચ થયો છે. આ એક પાર્ટી થીમ સોન્ગ છે. તેના બીટ ગ્રૂવિંગ છે, જેના પર તમે પોતાના પગ થરકતા રોકી નહીં શકો.

મુંબઈઃ રૅપર યો યો હની સિંહએ 1990ના દાયકાથી હિટ ફિલ્મ 'રંગીલા'નું સુપરહિટ ટ્રેક 'યાઈ રે'ને રિક્રીએટ કર્યુ છે. આ ગીત ગ્રેમી અને ઑસ્કાર વિનર મ્યૂઝિર કમ્પોઝર એ.આર.રહેમાનનું પહેલું હિન્દી સાઉન્ડટ્રેક હતું. રીક્રિએટેડ નંબરમાં ઈડીએમ (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક) છે, જે તેને એક પાર્ટી એન્થમ બનાવે છે. ગીતમાં યુલિયા વંતુરને એક અલગ અવતારમાં જોવા મળી રહી છે. આ ગીત આવતા જ સુપરહિટ થઈ ગયુ છે. ગીતને અમુક કલાકોમાં જ 10 લાખથી વધારે વ્યૂઝ મળી ગયા છે. ગીતમાં યુલિયાએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો છે. તેનું મ્યુઝિક તમને નાચવા માટે મજબૂર કરી દેશે.

ગીત વિશે વાત કરતા હની સિંહે કહ્યુ, "મને ઓરિજિનલ સૉન્ગ 'યાઈ રે' ખૂબ જ પસંદ છે અને જ્યારે મને આ પ્રકારના આઇકોનિક ટ્રેકને બનાવવાનો મોકો મળ્યો તો હું તરત જ આ માટે તૈયાર થઈ ગયો! 'યાઈ રે' 2022-23નું પાર્ટી એન્થમ છે. અમને આશા છે કે પેન્સ તેને એટલુ પસંદ કરશે, જેટલું ઓરિજનલ થીમને પસંદ કરવામાં આવ્યુ હતું."

આ પણ વાંચોઃ બાળક હિન્દુ હશે કે મુસ્લિમ? યુઝરના સવાલનો દેવોલીનાએ આપ્યો જડબાતોડ જવાબ

'યાઈ રે' મ્યૂઝિક વીડિયોમે મિહિર ગુલાટીએ ડિરેક્ટ કર્યુ છે. મિહિરે હની સિંહ સાથે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરેલું છે. વીડિયોમાં એક ક્લબ સેટ કરવામાં આવ્યુ છે, જ્યાં હની અને યુલિયા બંને બિલકુલ નવા 'યાઈ રે'ના હુક-સ્ટેપ પર ડાન્સ કરતા જોવા મલી છે. ગીતને યુટ્યુબ પર 10 લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.

આ પણ વાંચોઃ મોનાલિસાના શાનદાર લુકને છોડી યુઝરે કર્યા શરીરના આ અંગના વખાણ
" isDesktop="true" id="1302820" >
યુલિયા વંતુરે કહ્યુ, જ્યારે મે પહેલીવાર ગીત સાંભળ્યુ તો હું મારી જાતને ડાન્સ કરતા રોકી ના શકી. આ ગીતની વાઈબ છે, આ એક નવી એનર્જી લાવે છે અને તમને ખુશ મહેસુસ કરાવે છે. આ ઓરિજનલ ટ્રેક લેજેન્ડ એ.આર. રહેમાન અને આશા ભોસલેનું છે.

હની સિંહે પોતાની સ્ટાઈલથી તેને મસાલેદાર બનાવવાનું કામ કર્યુ છે.
First published:

Tags: Bollywood બોલિવૂડ, Yo Yo Honey Singh, મનોરંજન, યો યો હની સિંહ, સલમાન ખાન

विज्ञापन