Home /News /entertainment /કપિલ શર્મા પર ભડક્યો WWEનો પહેલવાન, ખોટું બતાવવાનો લગાવ્યો આરોપ

કપિલ શર્મા પર ભડક્યો WWEનો પહેલવાન, ખોટું બતાવવાનો લગાવ્યો આરોપ

કપિલ પર ભડક્યો પહેલવાન

કપિલ શર્મા પોતાના શો 'ધ કપિલ શર્મા શો' દ્વારા લોકોનું મનોરંજન કરે છે. જોકે, હવે WWEના રેસ્લર સૌરવ ગુર્જરે તેના પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે.

કપિલ શર્મા પોતાના કોમેડિ શો દ્વારા લોકોને ખૂબ જ હસાવે છે. તેનો શો 'ધ કપિલ શર્મા શો' ટીવીની દુનિયામાં ખૂબ જ પ્રસિદ્ધ છે. જોકે, હવે WWEના રેસ્લર અને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળેલા સૌરવ ગુર્જરે કપિલ અને તેની ટીમ પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

શોમાં જ્યારે પણ કોઈ મહેમાન આવે છે તો, કપિલ શર્મા તેમની સાથે જોરદાર મસ્તી કરે છે. વળી તે પોસ્ટનું પોસ્ટમોર્ટમ નામનું એક સેગમેન્ટ પણ ચલાવે છે. આ સેગમેન્ટમાં તે મહેમાનોના સોશિયલ મીડિયા પોસ્ટને બતાવે છે અને પોસ્ટની નીચે આવેલી ફેન્સની ફની કોમેન્ટ્સને વાંચે છે. હાલમાં જ રણબીર કપૂર ધ કપિલા શર્મા શોમાં પહોંચ્યો છે અને તે દરમિયાન પણ કપિલે પોસ્ટનું પોસ્ટમોર્ટમ કર્યુ હતું.

આ પણ વાંચોઃ 49 વર્ષની ઉંમરે એક્ટ્રેસે પહેર્યો રિવિલિંગ ડ્રેસ, ટ્રોલર્સે કહ્યુ- 'બસ કર બુઢિયા'

કપિલ શર્માએ બતાવી સૌરવ ગુર્જરની તસવીર

રેસ્લર સૌરવ ગુર્જર રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળ્યો હતો, વળી તે દરમિયાન તેણે રણબીર કપૂર સાથે એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેમાં રણબીર સૌરવના ખભા પર ચઢેલો જોવા મળે છે. કપિલે પોતાના શોમાં તેની પોસ્ટનું પોસ્ટમોર્ટમ કર્યુ અને નીચે ફેન્સના ફની કોમેન્ટ્સ રણબીરની સામે વાંચ્યા. જોકે, હાલ સૌરવે આ કોમેન્ટ્સને ખોટાં જણાવ્યાં છે.








View this post on Instagram






A post shared by Saurav_Gurjar (@sanga_wwe)






આ પણ વાંચોઃ પલક તિવારીને બોલ્ડનેસ પડી ભારે! દેખાઇ ગયું એવું કે ટ્રોલર્સ પણ કરવા લાગ્યા છી છી

સૌરવ ગુર્જરે કહી આ વાત

શો દરમિયાન એક નાની ક્લિપ સૌરવ ગુર્જરે પોતાના ટ્વિટર પર શેર કરી હતી. વળી ક્લિપ શેર કરતાં તેણે લખ્યુ, "તમે સારા માણસ છો કપિલ શર્મા. લોકોને હસાવો છો, પરંતુ તમે અને તમારી ટીમ લોકોને આ ખોટા કોમેન્ટ્સ કેવી રીતે બતાવી શકો છો કોઈની સોશિયલ મીડિયા પર. આ સ્વીકાર્ય નથી, જય હિંદ" સૌરવની આ પોસ્ટ બાદ કપિલ શર્મા એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે.





જણાવી દઈએ કે, સૌરવ ગુર્જરે બ્રહ્માસ્ત્રમાં જોરનું પાત્ર ભજવ્યુ હતું, જે નેગેટિવ રોલ હતો.આ સિવાય ટીવીના પોપ્યુલર શો 'મહાભારત'માં પણ કામ કર્યુ છે. તેમાં તેણે ભીમનું પાત્ર ભજવ્યુ હતું.
First published:

Tags: Entertainment news, Kapil Sharma, The kapil sharma show, WWE, બોલીવુડ