Home /News /entertainment /

WWE અંડરટેકરને હોલ ઓફ ફેમમાં સામેલ કરી શકે તેવા 5 સુપરસ્ટાર, ટ્રીપલ એચ, બ્રોક લેસ્નરનું નામ ચર્ચામાં

WWE અંડરટેકરને હોલ ઓફ ફેમમાં સામેલ કરી શકે તેવા 5 સુપરસ્ટાર, ટ્રીપલ એચ, બ્રોક લેસ્નરનું નામ ચર્ચામાં

અંડરટેકર (Undertaker) ને હોલ ઓફ ફેમમાં સામેલ કરી શકે છે.

હોલ ઓફ ફેમ (WWE Hall of Fame) માં સામેલ કરવા માટે ઘણા સંભવિત ઉમેદવારો છે. અહીં અમે કેટલાક WWE સુપરસ્ટાર્સના નામ જણાવી રહ્યા છીએ જે અંડરટેકર (Undertaker) ને હોલ ઓફ ફેમમાં સામેલ કરી શકે છે.

  WWEના ચાહકોમાં અંડરટેકર બહોળી લોકપ્રિયતા ધરાવે છે. આ વર્ષના WWE હોલ ઓફ ફેમ (WWE Hall of Fame)માં અંડરટેકર પણ જોડાઈ જશે. તે એપ્રિલમાં જોવા મળશે. WWE હોલ ઓફ ફેમમાં WWEના ખેલાડીઓને સન્માન આપવામાં આવે છે. ચાહકો તેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

  ધ ડેડમેન (The Deadman) એટલે કે અંડરટેકર આ ક્ષેત્રમાં ત્રણ દાયકા કરતાં વધુ સમય રહ્યો હતો. ત્યારબાદ 2020 ના ઉનાળામાં નિવૃત્ત થયો હતો. રેસલિંગમાં સહેલાઈથી સૌથી વધુ ઓળખી શકાય તેવા નામોમાંના એક અંડરટેકર (Undertaker)ની કારકિર્દીએ તમામ લોકો માટે ઉદાહરણ સેટ કર્યું છે. આ વાત લગભગ નિશ્ચિત છે કે ધ ફેનોમની એ પસંદગી ફરી ક્યારેય જોવા નહીં મળે.

  સાત વખતના વિશ્વ ચેમ્પિયને વર્ષોથી રેસલિંગના વ્યવસાયમાં ઘણા સારા મિત્રો બનાવ્યા છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તેને હોલ ઓફ ફેમમાં સામેલ કરવા માટે ઘણા સંભવિત ઉમેદવારો છે.

  અહીં અમે કેટલાક WWE સુપરસ્ટાર્સના નામ જણાવી રહ્યા છીએ જે અંડરટેકર (Undertaker) ને હોલ ઓફ ફેમમાં સામેલ કરી શકે છે.

  #5. મિક ફોલી (Mick Foley)

  મિક ફોલી પહેલેથી જ WWE હોલ ઓફ ફેમર છે અને ભૂતકાળમાં ઘણા રિટર્ન તે કરાવી ચૂક્યા છે. અંડરટેકરતેની કારકિર્દીની કેટલીક આઈકોનિક મોમેન્ટ્સ માટે આભારી છે, જેમાં 1998માં તેની એપિક હેલ ઇન અ સેલ મેચ (Hell in a Cell match) નો સમાવેશ થાય છે. ફોલી હજુ પણ આ એન્કાઉન્ટરના નિશાન અને ધા ધરાવે છે. આ એ જ મેચ હતી જેના કારણે આ બન્નેના નામ જાણીતા થયા હતા.

  નોંધનીય છે કે, ફોલી અંડરટેકરના સૌથી જાણીતા હરીફોમાંના એક હતા. ફેબલ્ડ એટીટ્યુડ એરા દરમિયાન બંને ડબલ્યુડબલ્યુઇમાં ટોચના સ્ટાર્સમાં સામેલ હતા અને રિંગની અંદર અને બહાર બંનેએ સાથે પણ જોવા મળતા હતા.

  ફોલી અને અંડરટેકર અસલ જીવનમાં મિત્રો રહ્યા છે. જેથી એમ કહી શકાય કે, કે ભૂતપૂર્વ ચેમ્પિયન પાસે ડબ્લ્યુડબ્લ્યુઇ યુનિવર્સ સાથે શેર કરવા માટે કેટલીક અવિશ્વસનીય સ્ટોરીઓ ચોક્કસથી હશે.

  ધ ડેડમેનને હોલ ઓફ ફેમમાં આવકારવા માટે એવા સ્ટાર્સની યાદી લાંબી છે, પરંતુ આ બે વચ્ચેના સંબંધો જોતા ફોલીને મજબૂત સંભવિત ઉમેદવાર છે.

  #4. બ્રોક લેસ્નાર (Brock Lesnar)

  રેસલમેનિયા 30 (WrestleMania 30) માં અંડરટેકરની અપરાજિતતાના સિલસિલાને ખતમ કરનાર અન્ય કોઈ નહી પણ બ્રોક લેસનર હતો. ડેડમેને લેસ્નરને તેના કોન્કરર તરીકે પસંદ કર્યો અને ત્યારથી તે ધ બીસ્ટ કંપનીના સૌથી મોટા સ્ટાર્સમાંનો એક બની ગયો હતો. તે મેચ પછી બંને વચ્ચે સામાન્ય મિત્રતા જોવા મળી હતી.પોલ હેમેને (Paul Heyman) લેસ્નરની કારકિર્દીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ધ બીસ્ટએ તાજેતરમાં જાહેર કર્યું છે કે, તે ખરેખર માઈક પર બોલવામાં ખૂબ જ કુશળ છે. ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન તાજેતરમાં WWE ટીવી પર સૌથી વધુ રસપ્રદ પાત્રોમાંથી એક બની ગયો છે. અંડરટેકરને સામેલ કરવાની તક તેને વધુ એક મોકો આપી શકે છે.

  લેન્સર બાબતે પોલ દ્વારા ફેલાવવામાં આવેલી અફવાને લઈને પણ લેન્સર હોલ ફ ફેમ સેરેમનીમાં ખુલાસો કરી શકે છે.

  #3. ટ્રિપલ એચ (Triple H)

  ટ્રીપલ એચ અંડરટેકરના સૌથી મોટા પ્રતિસ્પર્ધીઓમાંનો એક હતો અને એવી વ્યક્તિ કે જેને ધ ડેડમેનને હોલ ઓફ ફેમમાં સામેલ કરવા માટે ઓછુ ધ્યાનમાં લેવામાં આવે છે.

  રેસલમેનિયાસ (WrestleManias) 17, 27 અને 28માં બન્ને વચ્ચે મુકાબલો થયો હતો અને દરેક વખતે ટેકર જ વિજયી બન્યો હતો. ધ બ્રધર્સ ઑફ ડિસ્ટ્રક્શન અને ડીએક્સ બંને 2018માં ક્રાઉન જ્વેલ ખાતે મેચ માટે ફરી સાથે જોવા મળ્યા હતા. બંનેની કારકિર્દી દાયકાઓથી સાથે-સાથે ચાલી રહી છે.

  ટ્રિપલ એચ પોતે ભાવિ હોલ ઓફ ફેમર છે, પરંતુ તેની તાજેતરની સ્વાસ્થ્ય સમસ્યાઓને જોતાં તે એપ્રિલ સુધીમાં તે આમાં આવી શકે તેમ લાગી રહ્યું નથી. તે સ્વસ્થ છે તેમ છતાં WWEના સૌથી શાનદાર સમયમાં ધ ફેનોમ સાથે સ્ટેજ શેર કર્યું હોય તેવા બહુ ઓછા બાકી રહેલા સુપરસ્ટાર્સમાંનો એક છે. મિક ફોલીની જેમ, તેની પાસે ધ ડેડમેનની પ્રારંભિક કારકિર્દી વિશે વાત કરવા પાસે પણ ઘણું બધુ હશે.

  #2. વિન્સ મેકમેહાન (Vince McMahon)

  વિન્સ મેકમેહાન WWE ના અધ્યક્ષ છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં અંડરટેકર સાથે આઈકોનિક મોમેન્ટ્સમાં સાથે રહ્યા છે. ઓન-સ્ક્રીન હરીફોથી લઈને વાસ્તવિક જીવનના શ્રેષ્ઠ મિત્રો સુધી મેકમેહાન તેમની સાથે રહ્યાં છે. ડેડમેનને સામેલ કરવા પાછળ વ્યક્તિ પોલ બેરર હતો, તેણે તેના શરૂઆતના દિવસોમાં અંડરટેકરને જે પ્રોત્સાહન આપ્યું હતું તે જોતાં, આગામી શ્રેષ્ઠ વ્યક્તિ વિન્સ મેકમેહાન હોય તેવી શક્યતા છે.

  મેકમેહાન અંડરટેકરની સમગ્ર કારકિર્દી માટે કંપનીનો ભાગ રહ્યો છે. વર્ષો સુધી, મેકમેહાને આ સ્ટ્રીકને સમાપ્ત કરવા માટે ઘણા સ્ટાર્સ બનાવ્યા પરંતુ અંતે અંડરટેકરે જ બાજી મારી હતી.

  અંડરટેકરે તેની કારકિર્દીનો મોટો ભાગ ડબલ્યુડબલ્યુઇ અધ્યક્ષને આપ્યો છે અને અહીં મેકમેહાન તમામ નિર્ણયો લે છે, તેથી તેની હાજરી પણ હોય શકે છે.

  #1. અંડરટેકરનો ભાઈ કેન

  કેન સાથેની ફાઇટના કારણે અંડરટેકર સ્ટાર બન્યો હતો. સ્ટોરીટેલિંગની વાત આવે ત્યારે પોલ બેરર એક નિષ્ણાત હતા અને WWE ઇતિહાસમાં સૌથી યાદગાર સ્ટોરીલાઇન્સમાંની એક બનાવવાની તેમનામાં ક્ષમતા છે.

  અંડરટેકર દ્વારા તેને હોલ ઓફ ફેમમાં સામે સામેલ કરવાના સમાચાર કેનને આપવામાં આવ્યા હતા. તેવામાં ટેકરનો ભાઈ કેન તેને હોલ ઓફ ફેમમાં શામેલ કરે તેવી સંપૂર્ણ શક્યતા છે.

  કેન અને ટેકર એકબીજાના પર્યાય છે. ભાઈઓ તરીકે અથવા હરીફ તરીકે બંને વ્યક્તિઓએ ડબલ્યુડબલ્યુઈનો ઈતિહાસ બદલી નાખ્યો હતો.

  આ પણ વાંચોUrfi Javed New Video : ઉર્ફી જાવેદે શેર કર્યો નવો Hot Video, થઈ Troll - યુઝર્સ કહી રહ્યા, ના કહેવાનું

  અત્યારે પોલ બેનરને સન્માનને પાત્ર ન ગણતા, કેનને એક યોગ્ય પસંદગી માનવામાં આવી રહી છે. ગત કેટલાક વર્ષોમાં તે ભાષણ આપવામાં પણ ખૂબ આગળ પડતો રહ્યો છે.
  First published:

  Tags: Hollywood, Hollywood News, Undertaker

  આગામી સમાચાર