Home /News /entertainment /

ઈશાન-જ્હાનવીએ પૂર્ણ કર્યુ ફિલ્મ 'ધડક'નું શૂટિંગ

ઈશાન-જ્હાનવીએ પૂર્ણ કર્યુ ફિલ્મ 'ધડક'નું શૂટિંગ

    શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર અને ઈશાન ખટ્ટર એક સાથે પોતાની ડેબ્યૂ ફિલ્મ ધડકનું શૂટિંગ આજે પુરૂ કરી લીધું છે. આ ફિલ્મ માટે છેલ્લા ઘણા દિવસોથી ઈશાન, જ્હાનવી અને ફિલ્મની પૂરી ટીમ મુંબઈમાં શૂટ કરી રહી હતી. જે બાદ આજે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે.

    કરણ જોહર જ્હાનવીને કરી રહ્યાં છે લોન્ચ
    જ્હાન્વી કપૂરની આ ડેબ્યૂ ફિલ્મને કરણ જોહર પોતાના ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી રહ્યાં છે. કરણે ગયા વર્ષે રિવીલ કર્યું હતું કે તે ફિલ્મમાં જ્હાનવી કપૂરને લોન્ચ કરશે. આ ફિલ્મ નાગરાજ મંજુલેની મરાઠી ફિલ્મ 'સેરાટ'નું હિન્દી રીમેક છે. આ ફિલ્મને મરાઠી વર્ઝન સાથે તુલના કરવામાં આવે તો લવ સ્ટોરી અને ઓનર કિલિંગ પર આધારિત આ ફિલ્મની કહાનીમાં આપણને કોઈ બદલાવ જોવા મળી શકે છે.



    તમને જણાવી દયે કે આ ફિલ્મનું શૂટિંગ શેડ્યૂલ ઉદયપુર-રાજસ્થાન થી શરૂ થયું હતું. જે બાદ હૈદરાબાદ અને છેલ્લે મુંબઈના અલગ અલગ લોકેશન્સ પર શૂટ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન શશાંત ખેતાન કરી રહ્યાં છે. અને આ ફિલ્મ 20 જુલાઈ 2018ના રોજ રિલીઝ કરવામાં આવશે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Ishan Khattar, Jhanvi kapoor

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन