દુનિયાનો સૌથી મોટો યુટ્યૂબર પણ છે એકતા કપૂરની સિરીયલનો ફેન!

 • Share this:
  Felix Arvid Ulf Kjellberg એટલું મુશ્કેલ નામ છે કે તેઓ PewDiePieના નામથી પણ ઓળખાય છે.

  તે PewDiePieનામથી ઘણાં જ પોપ્યુલર છે. તેઓ દુનિયાના સૌથી મોટા યુટ્યૂબર્સમાંના એક છે. દુનિયાના સૌથી મોટા યુટ્યુબર અત્યારે આપણી ટેલિવિઝન ક્વીન એકતા કપૂરના ડેઇલી સોપ્સ જોવામાં બીઝી છે.

  બુધવારે જ PewDiePieએ ટ્વિટર પેજ પર એકતા કપૂરની સિરિયલ કસમ સે નું ટાઇટલ સોન્ગની નકલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.  તેની સાથે તેમણે એ પણ લખ્યું કે વીડિયો સારી ક્વોલિટીનો ન હતો તો પણ અપલોડ કરી દીધો.  આ પહેલા PewDiePieએ ઇન્ડિયન કાર્ટૂન શો મોટૂ-પપલૂની પણ પોતાની યૂટ્યુબ ચેનલ પર વાત કરી હતી. જેના પછી તેમણે કાર્ટૂન 'છોટા ભીમ'ના થીમ સોન્ગનું પણ પોતાનું યુનિક વર્ઝન રજૂ કર્યું હતું.  એકતા કપૂરની સિરિયલ્સ જોયા પછી તેને ઘણાં સવાલો ટ્વિટર પરથી આવ્યાં હતાં.

  Published by:Kaushal Pancholi
  First published: