Home /News /entertainment /'રામાયણ' ફેમ અરુણ ગોવિલને જોતાં જ મહિલા ભાવુક થઈ, ભગવાન સમજી પગે પડી ગઈ, Video વાયરલ

'રામાયણ' ફેમ અરુણ ગોવિલને જોતાં જ મહિલા ભાવુક થઈ, ભગવાન સમજી પગે પડી ગઈ, Video વાયરલ

'રામાયણ' ફેમ અરુણ ગોવિલને જોતાં જ મહિલા ભાવુક થઈ

એક સમય હતો જ્યારે ટીવી પર રામાયણ જોવા લોકો રાહ જોતા હતા. રામાયણ જોવા માટે દર્શકો પોતાનું કામ પડતું મૂકી દેતા હતા. રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા અરુણ ગોવિલે નિભાવી હતી.

    એક સમય હતો જ્યારે ટીવી પર રામાયણ જોવા લોકો રાહ જોતા હતા. રામાયણ જોવા માટે દર્શકો પોતાનું કામ પડતું મૂકી દેતા હતા. રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા અરુણ ગોવિલે નિભાવી હતી. તેમજ સીતાના રોલમાં દીપિતા ચિખાલિયા હતી. રામાયણે બંને સ્ટાર્સને લોકપ્રિયતા આપી. હવે એવી સ્થિતિ છે કે ઘણા વર્ષો પછી જ્યારે એક મહિલાએ અરુણ ગોવિલને એરપોર્ટ પર જોયા તો તે મહિલા ભાવુક થઈ ગઈ હતી.

    અરુણ ગોવિલને જોઈને ભાવુક થઈ મહિલા


    રામાયણમાં અરુણ ગોવિલે પ્રભુ રામની ભૂમિકા નિભાવી જ નથી પરંતુ પણ તેને જીવી પણ હતી. શોમાં રામની ભૂમિકા કરતા જોઈ લોકો તેમને હકીકતમાં ભગવાન સમજવા લાગ્યા હતા. ઘણા વર્ષો પછી આજે પણ અરુણ ગોવિલ માટે દર્શકોનો પ્રેમ ઓછો નથી થયો. આ વાતનો પૂરાવો એક વાયરલ વીડિયો છે. સોશિયલ મીડિયા પર રામાયણ ફેમ અરુણ ગોવિલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં અરુણ ગોવિલ એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે.

    આ પણ વાંચોઃબિગ બોસ શોના બદલાયા નિયમો, આવો જાણીએ ક્યારે અને જોઈ શકાશે શો!

    એરપોર્ટ પર અરુણ ગોવિલને જોતા ત્યાં હાજર મહિલા ભાવુક થઈ ગઈ હતી. મહિલાને એવું મહેસૂસ થયું કે સાક્ષાત ભગવાન રામ તેમને દર્શન આપવા પહોંચ્યા હોય. તેથી તે અરુણ ગોવિલના પગે પડી જાય છે. અરુણ ગોવિલે પણ મહિલાનું માન રાખ્યું અને તેને ઉભી કરીને ગળે લગાડી. ખરેખર આ દૃશ્ય અદ્ધુત હતું. રિપોર્ટ્સના અનુસાર, અરુણ ગોવિલ મહારાષ્ટ્રના સંભાજીનગર રામલીલાના આયોજનમાં પહોંચ્યા હતા. તેઓ એરપોર્ટથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના ફેન્સને તેમને મળવાની તક મળી.




    વાયરલ થયો વીડિયો


    અરુણ ગોવિલ માટે મહિલાનો પ્રેમ દરેકના દિલને સ્પર્શી રહ્યો છે. થોડા જ કલાકોમાં વીડિયો વાયુવેગે વાયરલ થઈ ગયો. આવું પહેલીવાર નથી થયું કે જ્યારે કોઈએ અરુણ ગોવિલને હકીકતમાં ભગવાન માની લીધા હોય. એક્ટર ઘણી વખત ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તેઓ જણાવી ચૂક્યા છે કે રામાયણ કર્યા પછી લોકો તરફથી તેમને આવો પ્રેમ મળતો રહે છે.



    રામાયણ પછી લોકો તેમાં ભગવાન રામને શોધે છે. એટલું જ નીં એક વખત કોઈએ અરુણ ગોવિલને સિગારેટ પીતા જોઈ લીધા હતા. તે વ્યક્તિએ અરુણ ગોવિલને ખરુખોટું સંભળાવ્યું હતું, જેના પછી તેમને સિગારેટ પીવાનું છોડી દીધું હતું.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Arun govil, Ramayana, Video viral

    विज्ञापन
    विज्ञापन