એક કન્નડ ફિલ્મના શૂટીંગ સમયે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી એક મહિલા અને તેની પાંચ વર્ષની દીકરીનું મોત નિપજ્યું છે. ઘટનાના પ્રત્યક્ષ જોનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, બેંગ્લોરના બહારી વિસ્તારમાં ફિલ્મની શૂટીંગ ચાલી રહ્યું છે. શુક્રવાર સાંજે કારનો એક સ્ટંટ શૂટ કરવાનો હતો. તે દરમ્યાન સાંજે લગભગ 5 કલાકે આ દુર્ઘટના સર્જાઈ.
મૃતક મહિલાની ઓળખ 28 વર્ષીય સુમન બાનો અને તેની દીકરી પાંચ વર્ષીય આયશા બાનો તરીકે થઈ છે. દુર્ઘટના સમયે પીડિત પરિવાર ફિલ્મ 'રાનમ'નું શૂટીંગ જોઈ રહ્યો હતો. તે સમયે જ સાઈટ પર રાખવામાં આવેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. જેમાં એક અન્ય મહિલા અને તેની ત્રણ વર્ષની દીકરી પણ ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂચના મળતા જ પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી, તે સમયે કોઈ પણ ક્રૂ મેમ્બર ત્યાં હાજર ન હતા. દુર્ઘટના પર ડીસીપી નોર્થ ઈસ્ટ, કલા કૃષ્ણસ્વામીએ કહ્યું કે, ફિલ્મ ક્રૂ મેમ્બર પાસે આ વિસ્તારમાં શૂટીંગ કરવાની પરવાનગી ન હતી. અમે દોષીઓની શોધ કરી રહ્યા છીએ અને તેના પર હત્યાનો મામલો નોંધાીશુ.
ફિલ્મનો લગભગ 80 ટકા પાર્ટ પહેલા જ શૂટ કરી લેવામાં આવ્યો છે. 'રાનમ' ફિલ્મના આ ફાઈટ સિક્વેંસને ચિરંજીવી સરજા અને ચેતન પર ફિલ્માવવામાં આવી રહ્યું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર