સાઉથ સુપરસ્ટારના ઘરની સામે મહિલાએ પોતાને આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો, ગંભીર આરોપ મૂક્યો

સોશ્યલ મીડિયા પર એક મહિલા હોસ્પિટલ કર્મચારીનો વિડીયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં તે અજિતના ઘરની સામે પોતાને આગ લગાડવાનો પ્રયત્ન કરી રહી છે

Thala Ajith accused! સાઉથ એક્ટર થાલા અજિત (Thala Ajith)ના ઘરની સામે એક મહિલાએ પોતાને આગ લગાડવાનો પ્રયત્ન કર્યો છે, જેનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાએ એક્ટર પર ગંભીર આરોપ મૂક્યા છે.

 • Share this:
  સાઉથના પોપ્યુલર એક્ટર (South Actor) થાલા અજિત (Thala Ajith) હાલ પોતાની કોઈ ફિલ્મને લઈને નહીં, પણ એક મહિલાને કારણે ચર્ચામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા પર એક મહિલા હોસ્પિટલ કર્મચારીનો વિડીયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં તે અજિતના ઘરની સામે પોતાને આગ લગાડવાનો પ્રયત્ન કરી રહી છે અને પોલિસ તેને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. એ મહિલાએ થાલા અજિત પર ગંભીર આરોપ પણ મૂક્યા છે.

  આ મહિલા અંગે મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે તેણે પોતાને આગ લગાડવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કેમકે તેની હોસ્પિટલમાંથી નોકરી ચાલી ગઈ છે. જેનો આરોપ તે અજિત પર ઢોળે છે. પીડિતાનું નામ ફરઝાના છે. કહેવાય છે કે તેને નોકરીમાંથી એ સમયે કાઢી નાખવામાં આવી જ્યારે અજિત અને તેની પત્ની શાલિની તેની હોસ્પિટલમાં આવ્યા હતા અને તે એમની સાથે વિડીયો બનાવી રહી હતી. નોકરી ગયા બાદ તેણે અજિત અને તેની પત્ની શાલિનીને મળવાનો ઘણી વખત પ્રયત્ન કર્યો કે તેઓ નોકરી પાછી અપાવી દે. પણ તેમણે આમ કરવાની ના પાડી દીધી.  એવું કહેવાય છે કે આ ઘટનાને રોકવા માટે પોલિસ થાલા અજિતના ઘરે પહોંચી અને એ મહિલાની ધરપકડ કરી હતી એટલે કોઈ દુર્ઘટના થતાં રહી ગઈ. એ મહિલાને પોલિસ સ્ટેશન લઈ જવામાં આવી છે. થાલા અજિતના ફેન્સ ટ્વિટર પર પોતાના પ્રિય સ્ટારના સપોર્ટમાં ટ્વીટ કરી રહ્યા છે.

  ‘વેદલમ’ (Vedalam), ‘વિવેગમ’ (Vivegam) જેવી ફિલ્મો માટે જાણીતાં અજિતના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હવે ‘વલીમઈ’ (Valimai) ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન એચ વિનોદ કરી રહ્યા છે. બોલિવુડ એક્ટ્રેસ હુમા કુરેશી (Huma Qureshi) આ ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. તો એક્ટર કાર્તિકેય ગુમ્માકોન્ડા (Kartikeya Gummakonda) આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. જોકે, મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી. તમને જણાવી દઈએ કે ‘વલીમઈ’ ઉપરાંત અજિત એચ વિનોદની જ અન્ય એક ફિલ્મમાં જોવા મળશે, જેનું કામચલાઉ શીર્ષક ‘થાલા 61’ (Thala 61) આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેઓ બોની કપૂર (Boney Kapoor) સાથે કામ કરશે.
  Published by:Nirali Dave
  First published: