ટી-સીરિઝના ચેરમેન ભૂષણ કુમાર વિરુદ્ધ છેડતીની ફરિયાદ

News18 Gujarati
Updated: January 17, 2019, 4:59 PM IST
ટી-સીરિઝના ચેરમેન ભૂષણ કુમાર વિરુદ્ધ છેડતીની ફરિયાદ
ફાઇલ તસવીર: ભૂષણ કુમાર

મહિલાએ મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ભૂષણ કુમાર વિરુદ્ધ લેખિત ફરિયાદમાં એફઆઇઆર દાખલ કરવા માગ કરી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ટી-સીરિઝના ચેરમેન ભૂષણ કુમાર વિરુદ્ધ એક મહિલાએ છેડતીની ફરિયાદ કરી છે. એક મહિલા કર્મચારીએ ભૂષણ કુમાર પર છેડતીનો આરોપ મૂક્યો છે. મહિલાએ મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ભૂષણ કુમાર વિરુદ્ધ લેખિત ફરિયાદમાં એફઆઇઆર દાખલ કરવા માગ કરી છે.

અગાઉ મી ટુ અભિયાન દરમિયાન ભૂષણ કુમાર પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. એક મહિલાએ જણાવ્યું હતું કે, ફિલ્મ્સના સોંગમાં ચાન્સ આપવા બદલ શારીરિક સંબંધની માગ કરી હતી. જોકે, ભૂષણની પત્ની અને ડાયરેક્ટર દિવ્યા ખોસલાએ ટ્વિટ કરી તેના પતિને નિર્દોષ ગણાવ્યો હતો.

આ પણ વાંચો: હવે રાજકુમાર હિરાણી પર #MeTooનો આરોપ, આસિસ્ટન્ટે કહ્યું છ મહિના કર્યું યૌન શોષણ

જ્યારે આ અંગે ભૂષણ કુમારે કહ્યું હતું કે, હું ખૂબ જ દુ:ખી છું કે આ અજાણી મહિલાએ મારું નામ મી ટુ અભિયાનમાં ઘસેડ્યું છે. મારી પર લાગેલા આરોપો પાયાવિહોણા છે. મારી છબી હંમેશા સાફ છે. મને અપમાનિત કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

 
First published: January 17, 2019, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading