Home /News /entertainment /

47ની થઇ અમીષા પટેલ, જુઓ મેકઅપ વગર કેવી ઘરડી લાગે છે!

47ની થઇ અમીષા પટેલ, જુઓ મેકઅપ વગર કેવી ઘરડી લાગે છે!

મેકઅપ વગર ઘરડી લાગે છે અમીષા પટેલ

Amisha Patel Without Makeup Look: હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર તેની એક તસવીરમાં તે મેકઅપ વગર નજર આવે છે જેમાં તેનાં ચહેરા પર ઘડપણ વર્તાઇ રહ્યું છે. મેકઅપ વગરનો તેનો ચહેરો દોફરાયેલો લાગે છે. આંખોની આસપાસ સોજા જેવું દેખાય છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે બોલિવૂડની પાટીદાર એક્ટ્રેસ અમીષા પટેલનો 47મો જન્મ દિવસ છે. તેનો જન્મ 9 જૂન, 1976ના રોજ મુંબઈમાં થયો હતો. બોલિવૂડમાં તેની ડેબ્યૂ ફિલ્મ બ્લોક બસ્ટર હિટ ગઇ હતી. 'કહોના પ્યાર હૈ'થી આ ગુજરાતણ ઘર ઘરમાં છવાઇ ગઇ હતી. પણ બાદમાં તેની કિસ્મતનું પત્તુ પાછુ પલટાઇ ગયું અને તે જે બોલિવૂડ પર રાજ કરશે તેવી ભવિષ્ય વાણીઓ થઇ હતી તે ક્યાં ખોવાઇ ગઇ કોઇ જાણતું નથી. આજે તે ભલે ફિલ્મોમાં એટલી એક્ટિવ ન હોય પણ સોશિયલ મીડિયા પર તે ધૂમ મચાવે છે. ઇન્સ્ટાગ્રામ (Amisha Patel Instagram)પર તેની તસવીરો અને વીડિયો દરરોજ તે શેર કરતી રહે છે.

    આ પણ વાંચો-40,000ની T-Shirt પહેરીને નીકળી Kareena Kapoor Khan, ટ્રોલ્સે કહ્યું- 'અમારે ત્યાં 150ની મળે છે'

    હાલમાં સોશિયલ મીડિયા પર તેની એક તસવીરમાં તે મેકઅપ વગર નજર આવે છે જેમાં તેનાં ચહેરા પર ઘડપણ વર્તાઇ રહ્યું છે. મેકઅપ વગરનો તેનો ચહેરો દોફરાયેલો લાગે છે. આંખોની આસપાસ સોજા જેવું દેખાય છે. નાક ઘણું મોટુ લાગે છે. અને તેનાં હોઠ નાના દેખાય છે. આ તસવીર જોયા બાદ કોઇ પણ તેની ઉંમરનો અંદાજો લાગવી શકે છે.




    અમીષા પટેલ હાલમાં તેની મિત્ર સાથે બેંગકોકમાં છે. જ્યાંથી તેણે તેની તસવીર અને વીડિયો શેર કર્યાં છે. અમીષા તેની મિત્ર સાથે હોટલમાં જમતી નજર આવી રહી છે. તેની આ તસવીર શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે. તો અન્ય એક બૂમરેંગ વીડિયો તેણે બેંગકોકથી શરે કર્યો છે જેમાં પિંક ટી શર્ટ અને શોર્ટ્સ પહેરેલી તે નજર આવે છે.સાથે જ તેણે વ્હાઇટ પિંક કલરની બેબી કેપ પહેરેલી છે. આ પહેલાં તે સિંગાપોરમાં હતી. અને ત્યાંથી પણ તેણે ફૂડ એન્જોય કરતી તસવીરો અને વીડિયો શેર કર્યાં છે. તે ક્રૂઝમાં સિંગાપોર ગઇ હતી.




    અમીષા પટેલનાં હાલમાં સોશિયલ મીડિયા પર 4.3 મિલિયન ફોલોઅર્સ છે. અને તેની દરેક તસવીર અને વીડિયોમાં હજારોની સંખ્યામાં વ્યૂઝ અને કમેન્ટ્સ આવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Instagram, Photos, Video, અમિષા પટેલ

    આગામી સમાચાર