ભારત પરત ફરશે વિંગ કમાંડર, બોલિવૂડ આ રીતે પાઠવ્યા 'અભિનંદન'

તસવીર: ન્યૂઝ18 ક્રિએટિવ

આ મામલે પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનું કહેવું છે કે તે આ પગલું બંને દેશો વચ્ચે શાંતિવાર્તા માટે ઉઠાવી રહ્યાં છે

 • Share this:
  મુંબઇ: ભારતીય વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાન શુક્રવારે મુક્ત કરશે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને જાહેરાત કરી છે કે, આ પહેલી વખત છે કે, પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ નિવેદન આપ્યું છે કે, જો ભારતીય પાયલટને પરત કરવાંથી જો બંને દેશની વચ્ચે તણાવ ઓછો થાય છે તો તે તૈયાર છે. તેમે ઉમેર્યું કે, પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન ભારતનાં PM નરેન્દ્ર મોદીથી વાત કરવા તૈયાર છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર #WelcomeBackAbhinandan ટ્રેન્ડ કરવા લાગ્યો છે.

  તો બીજી તરફ બોલિવૂડમાં આ ખબર બાદ ખુશીની લહેર છાઇ ગઇ છે. અમિતાભ બચ્ચનથી માંડીને મનોજ કુમાર સુધી તમામ એક્ટર અને એક્ટ્રેસીસ પાયલટ અભિનંદનનાં સમર્થનમાં ઉતર્યા છે આ પગલાંનાં વખાણ પણ કર્યા છે. સાથે જ આખો દેશ હવે વિંગ કમાંડરનાં પરત આવવાની સંપૂર્ણ જોશથી રાહ જોઇ રહ્યાં છે.

  તે બાદ આ મામલે પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનું કહેવું છે કે, તે આ પગલું બંને દેશ વચ્ચે શાંતિવાર્તા માટે લઇ રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: