વિલ સ્મિથનો ચોંકાવનારો ખુલાસો, બ્રેકઅપ બાદ કરવા લાગ્યો હતો હદથી વધુ સેક્સ

16 વર્ષની ઉંમરે બ્રેકઅપ બાદ, તે રાહત મેળવવા માટે વધુ પ્રમાણમાં સેક્સ કરવા તરફ વળ્યો હતો.

વધુમાં વિલે જણાવ્યું કે, હું બ્રેક અપ સહન કરી ન શક્યો અને થોડા મહીનાઓ માટે મેં અનેક મહિલાઓ સાથે સેક્સ કર્યુ. તેના કારણે મને psychosomatic રીએક્શન થઇ ગયું હતું. ઘણી વખત મને ઉલ્ટી પણ થતી હતી

 • Share this:
  વિલ સ્મિથ (Will Smith) તેના ફેન્સ અને ફોલોવર્સ સાથે પોતાના જીવનના અનેક રહસ્યો ખોલવા માટે જાણીતા છે. હાલમાં જ અભિનેતાએ પોતાની અમુક યાદોને લોકો સાથે શેર કરી હતી. આ મહિનાની શરૂઆતમાં પ્રકાશિત થયેલ તેની પુસ્તક વિલમાં (Will Smith Biography) સ્મિથે શેર કરેલી કેટલીક વાતોએ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે 16 વર્ષની ઉંમરે તેના પહેલા બ્રેકઅપ પછી તે પ્રચંડ જાતીય સંભોગ (Rampant Sexual Intercourse) તરફ વળ્યો હતો.

  શું કહ્યું સ્મિથે?

  વિલ સ્થિમ પોતાના જીવન વિશે કોઇ પણ કબૂલાત કરવાથી સંકોચ અનુભવતો નથી. હાલમાં જ અભિનેતાએ તેના અમુક અંગત અનુભવો અંગે જણાવ્યું હતું. મેલાનિયા નામની છોકરી સાથે 16 વર્ષની ઉંમરે બ્રેકઅપ બાદ, તે રાહત મેળવવા માટે વધુ પ્રમાણમાં સેક્સ કરવા તરફ વળ્યો હતો.

  વિલ સ્મિથે જણાવ્યું કે, મારે રાહતની ખાસ જરૂર હતી, પરંતુ હાર્ટબ્રેક માટે કોઇ જ દવા નથી, તો મે ખરીદી અને પ્રચંડ જાતીય સંભોગના હોમિયોપેથિક ઉપાયોનો સહારો લીધો હતો.

  અભિનેતાએ વધુમાં ખુલાસો કર્યો કે "તે સમયે તેણે મેલાનિયા સિવાયની એક મહિલા સાથે જ સેક્સ કર્યું હતું અને જ્યારે તે બે સપ્તાહની મ્યુઝિક ટૂર માટે દૂર હતો, ત્યારે તેણીએ તેની સાથે છેતરપિંડી કરી હોવાની જાણ થતાં તેઓ અલગ થઈ ગયા હતા."

  બ્રેકઅપ સહન ન થતા અનેક મહિાઓ સાથે સેક્સ કર્યું

  વધુમાં વિલે જણાવ્યું કે, હું બ્રેક અપ સહન કરી ન શક્યો અને થોડા મહીનાઓ માટે મેં અનેક મહિલાઓ સાથે સેક્સ કર્યુ. તેના કારણે મને psychosomatic રીએક્શન થઇ ગયું હતું. ઘણી વખત મને ઉલ્ટી પણ થતી હતી.

  જોકે સ્મિથને તે વાતનું દુઃખ છે કે આટલી મહિલાઓ સાથે સંબંધ બનાવવા છતા તેને કોઇ મનપસંદ પાર્ટનર ન મળી. તેઓ દરેક પાર્ટનરમાં એક એવી મહિલાની તલાશ કરતો જે તેને પ્રેમ કરે અને તેના પાછલા દુઃખોને ભૂલાવી દે.

  વિવાહિત છે વિલ સ્મિથ

  આપને જણાવી દઇએ કે વિલ સ્થિમ વિવાહિત છે. તેણે વર્ષ 1992માં અભિનેત્રી Sheree Zampino સાથે લગ્ન કર્યા હતા અને તેમનો એક પુત્ર પણ છે, જેનો જન્મ તે જ વર્ષે નવેમ્બરમાં થયો હતો. જોકે વર્ષ 1995માં બંનેના ડિવોર્સ થઇ ગયા હતા. જે બાદ વિલ સ્મિથે એભિનેત્રી Jada Koren Pinkett સાથે લગ્ન કર્યા.

  વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ એક ડ્રામા કિંગ રિચર્ડમાં કામ કરી રહ્યો છે. જેમાં તે ટેનિસ ખેલાડીઓ વીનસ અને સેરેના વિલિયમ્સના પિતા અને કોચ રીચાર્ડ વિલિયમ્સનું પાત્ર નિભાવી રહ્યો છે.
  First published: