Home /News /entertainment /

Bigg Boss OTT: રાજ કુન્દ્રાની કોન્ટ્રોવર્સીના કારણે કરણ જોહરના શોમાં શમિતા શેટ્ટી જોવા મળશે કે કેમ?

Bigg Boss OTT: રાજ કુન્દ્રાની કોન્ટ્રોવર્સીના કારણે કરણ જોહરના શોમાં શમિતા શેટ્ટી જોવા મળશે કે કેમ?

Bigg Boss OTT: આ વખતે આ શો ટીવીના બદલે સીધો OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. આ શો OTT પ્લેટફોર્મ Voot પર પહેલા 6 અઠવાડિયા સુધી સ્ટ્રીમ થશે, ત્યારબાદ તે ટીવી પર આવશે

Bigg Boss OTT: આ વખતે આ શો ટીવીના બદલે સીધો OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. આ શો OTT પ્લેટફોર્મ Voot પર પહેલા 6 અઠવાડિયા સુધી સ્ટ્રીમ થશે, ત્યારબાદ તે ટીવી પર આવશે

મુંબઈ : ટીવીનો સૌથી વિવાદાસ્પદ અને પ્રખ્યાત રિયાલિટી શો 'બિગ બોસ 15' (Bigg Boss 15) ફરી એકવાર પરત ફરી રહ્યો છે. આ વખતે શોમાં ઘણા ફેરફાર કરાયા છે. મહત્વનું છે કે, આ વખતે આ શો ટીવીના બદલે સીધો OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. આ શો OTT પ્લેટફોર્મ Voot પર પહેલા 6 અઠવાડિયા સુધી સ્ટ્રીમ થશે, ત્યારબાદ તે ટીવી પર આવશે. એટલું જ નહીં OTT પર સલમાન ખાન (Salman Khan) નહીં, પરંતુ કરણ જોહર (Karan Johar) શોને હોસ્ટ કરતા જોવા મળશે. ત્યારે દરેક વ્યક્તિ શોના સ્પર્ધકો વિશે જાણવા માટે આતુર છે. રિપોર્ટ્સ અનુસાર, શિલ્પા શેટ્ટી (ShilpaShetty)ની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty) પણ આ શોનો ભાગ બની શકે છે.

જોકે, હજી સુધી શોના નિર્માતાઓ અથવા શમિતા શેટ્ટી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી જાહેર કરાયું. પીપિંગ મૂનના રિપોર્ટ અનુસાર, 'શમિતા શેટ્ટી કરણ જોહરના બિગ બોસ ઓટીટીનો ભાગ બની શકે છે.' તે મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ જો શમિતા આ શોનો ભાગ બને છે, તો તે માત્ર તેના માટે જ નહીં પરંતુ તેની બહેન શિલ્પા શેટ્ટી અને પરિવાર માટે પણ મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચો - ફ્લાઇટ કેન્સલ થતા મહિલાએ ટાઇમ પાસ માટે ખરીદી લોટરી ટિકિટ અને ખુલી ગઇ કિસ્મત, જીત્યા 7 કરોડ રૂપિયા

ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા હાલ પોર્નોગ્રાફી કેસ અંતર્ગત જેલમાં છે. ત્યારે જોવાનું એ રહેશે કે શમિતા આ વિવાદ દરમિયાન શોમાં ભાગ લે છે કે નહીં. કારણ કે, રાજ કુન્દ્રાના કેસના કારણે શિલ્પા શેટ્ટી અને તેમનો પરિવાર પહેલેથી જ મુશ્કેલીઓથી ઘેરાયેલો છે. જીજાજી જેલમાં હોવા છતાં શમિતા શોનો હિસ્સો બને તો તેના માટે પણ મુશ્કેલ બની શકે છે.

તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી કેસને કારણે તેના ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર' થી પહેલેથી જ દૂર છે. રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી હતી અને હવે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે શમિતા જીજુ રાજ કુન્દ્રા જેલમાં હોય ત્યારે બિગ બોસ 15 માં ભાગ લે છે કે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.
First published:

Tags: Bigg Boss 15, Bigg Boss OTT, Karan johar, Raj Kundra, Raj Kundra Scandal, Shamita Shetty, Shilpa Shetty, સલમાન ખાન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन