Home /News /entertainment /‘Avatar: The Way Of Water’: હોલિવૂડ મૂવીનું નામ ‘અવતાર’ જ કેમ રાખ્યું, જાણો જેમ્સ કેમરૂને આ અંગે શું કહ્યુ'તું...
‘Avatar: The Way Of Water’: હોલિવૂડ મૂવીનું નામ ‘અવતાર’ જ કેમ રાખ્યું, જાણો જેમ્સ કેમરૂને આ અંગે શું કહ્યુ'તું...
હોલિવૂડ મૂવીનું નામ‘અવતાર’ જ કેમ રાખ્યું, જાણો જેમ્સ કેમરૂને આ અંગે શું કહ્યુ'તું...
‘Avatar: The Way Of Water’: હોલિવૂડ મૂવી‘અવતારઃ ધ વે ઓફ વોટર’ના પાત્ર, સ્ટોરી લાઇન અને મૂવીના નામમાં ભારતના સમૃદ્ધ ઇતિહાસની ઝલક જોવા મળે છે. તો આવો જાણીએ આ હોલિવૂડ મૂવીનું નામ કેવી રીતે ભારત સાથે સંકળાયેલું છે.
અમદાવાદઃ થોડા દિવસ પહેલાં જ હોલિવૂડની સૌથી મોંઘી ગણાતી મૂવી ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ રિલિઝ થઈ ગઈ છે. આ મૂવી વર્ષ 2009માં આવેલી ‘અવતાર’ મૂવીની સિક્વલ છે. ત્યારે તેના પાત્ર, સ્ટોરી લાઇન અને મૂવીના નામમાં ભારતના સમૃદ્ધ ઇતિહાસની ઝલક જોવા મળે છે. તો આવો જાણીએ આ હોલિવૂડ મૂવીનું નામ કેવી રીતે ભારત સાથે સંકળાયેલું છે.
હિંદુ ધર્મ ખૂબ જ સમૃદ્ધઃ જેમ્સ કેમરૂન
વર્ષ 2010માં નવી દિલ્હીમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં જેમ્સ કેમરૂને ફિલ્મ નિર્માતાઓ સહિત કલાકારોને જણાવ્યુ હતુ કે, ‘પૌરાણિક કથાઓ, હિંદુ મંદિરો અને હિંદુ ધર્મ સાથે જોડાયેલી દરેક વસ્તુ મને આબેહૂબ અને ખૂબ જ સમૃદ્ધ લાગે છે.’ અવતાર મૂવીમાં કેમરૂન કોમ્પ્યુટર જનરેટેડ અદ્ભુત ગાઢ જંગલ અને તરતા પહાડોની સુંદર દુનિયા બતાવે છે. તેમાં મોટાભાગના કલાકારો વાદળી કલરની ચામડીવાળા છે.
‘ધાર્મિક ગ્રંથોમાં ભગવાન કૃષ્ણ પણ વાદળી ચામડીવાળા’
કેમરૂન કહે છે કે, ‘હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથમાં પણ ભગવાનને વાદળી કલરની ચામડીવાળા બતાવવામાં આવ્યા છે. હિંદુ ધર્મમાં મહત્ત્વના ગણાતા ત્રિદેવમાંથી એક ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણને પણ ધાર્મિક ગ્રંથોમાં વાદળી ચામડીવાળા જ બતાવ્યા છે. મારે હિંદુ ધર્મનો આટલી બારીકાઈથી ઉલ્લેખ નહોતો કરવો, પણ મારું મન માન્યું નહી. મને આશા છે કે, મેં આવું કર્યું છે તેનાથી કોઈની ધાર્મિક લાગણીને ઠેસ નહીં પહોંચી હોય.’ તેઓ વધુમાં જણાવે છે કે, આ ફિલ્મનું નામ સંસ્કૃતમાં જ છે. આમ જોવા જઈએ તો ‘અવતાર’ શબ્દનો અર્થ થાય છે ‘ફરીવાર જન્મ લેવો’ અથવા ‘પુનઃજન્મ’.
આ સિવાય પણ ‘અવતાર’ મૂવીનું ભારત સાથે કનેક્શન છે. વર્ષ 2009માં આવેલી અવતાર અને થોડા દિવસો પહેલાં જ રિલિઝ થયેલી અવતાર-2 મૂવીના મોટાભાગના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એટલે કે VFX ભારતમાં બન્યાં છે. મુંબઈમાં આવેલી પ્રાઇમ ફોકસ નામની કંપનીએ તેના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બનાવી આપ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર