Home /News /entertainment /

SRKનાં દિલને સ્પર્શી ગઇ સંજૂની આ વાત, સંજયને ત્યારથી માને છે 'મોટો ભાઇ'

SRKનાં દિલને સ્પર્શી ગઇ સંજૂની આ વાત, સંજયને ત્યારથી માને છે 'મોટો ભાઇ'

સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મે ચાર દિવસમાં 145 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે

સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મે ચાર દિવસમાં 145 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે

    મુંબઇ: સંજય દત્તની બાયોપિક આ દિવસોમાં બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. સંજય દત્તનાં જીવનથી જોડાયેલાં રહસ્ય ખુલી ગયા છે. પણ આ વચ્ચે એક જુનો વીડિયો વાઇરલ થઇ ગયો છે. જ્યારે શાહરૂખ ખાને કહ્યું હતું, સંજય દત્ત મારા મોટા ભાઇ જેવો છે.

    આ વીડિયો કેબીસી શોનો છે. જ્યારે શાહરૂખ ખાન તેને હોસ્ટ કરતા હતાં. વીડિયોમાં હોટ સીટ પર બેઠેલા સંજય દત્ત વિશે શાહરૂખ ખાને કહ્યું હતું કે, મુંબઇ શહેર આવ્યો હતો ત્યારે મારુ કોઇ મિત્ર ન હતું. હું અહીં કોઇને ઓળખતો ન હતો. કે મારા મા-બાપ પણ આ દુનિયામાં ન હતાં. મને ઘણી વખત દિલ્હીની યાદ આવતી પણ ત્યારે એક વ્યક્તિ હતો જે મારી પાસે તેની જીપ લઇને આવ્યો અને કહ્યું કે, કોઇ તને હાથ પણ લગાવે તો મને આવીને કહેજે..

    શાહરૂખ ખાને કહ્યું કે, સંજૂની આ વાત મારા દિલને સ્પર્શી ગઇ હતી. સંજય હમેશા મારા માટે મોટા ભાઇ જેવો છે. સંજય દત્તની સાથે શાહરૂખ ખાનનો આ વીડિયો વાયરલ થઇ રહ્યોછે. આ વીડિયોને ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

    સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલ્મ સંજૂ 29 જૂનનાં રોજ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મે ચાર દિવસમાં 145 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મને સેલેબ્સ અને ફેન્સનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Sanjay Dutt, Shahrukh Khan, SRK

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन