Home /News /entertainment /સોનાક્ષી સિન્હા સાથે કેમ એકદમ મળતો ચહેરો આવે છે? રીના રોયે પહેલીવાર કર્યો ખુલાસો
સોનાક્ષી સિન્હા સાથે કેમ એકદમ મળતો ચહેરો આવે છે? રીના રોયે પહેલીવાર કર્યો ખુલાસો
પહેલીવાર રીના રોયે સોનાક્ષી સિન્હા સાથે ચહેરો મળતો હોવા પર પોતાના દિલની વાત કહી
Why Sonakshi Sinha looks Like Reena Roy:સોનાક્ષી સિન્હા અને એક્ટ્રેસ રીના રોયનો લુક એકબીજા સાથે ઘણો મળતો આવે છે. શત્રુઘ્ન સિંહા અને એક્ટ્રેસ રીના રોય વચ્ચે લાંબા સમય સુધી રિલેશન હોવાના કારણે પણ આ મામલો ઉભો થયો છે. એક ઈન્ટરવ્યુમાં પહેલીવાર રીના રોયે સોનાક્ષી સિન્હા સાથે ચહેરો મળતો હોવા પર પોતાના દિલની વાત કહી છે.
રીના રોય 70ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ છે. આજે પણ તેમના અસંખ્ય ચાહકો છે. એક સમયે તેમની સ્ટાઇલ, સુંદરતા હંમેશા ચર્ચામાં રહેતી હતી. તેમની ફિલ્મો અને ગીતો આજે પણ અનેક દર્શકોના દિલમાં છે. પરંતુ રીના રોયની વાત આવે ત્યારે તેના કામની સાથે અભિનેતા શત્રુઘ્ન સિન્હા સાથેના અફેરની પણ ચર્ચા થતી હોય છે.
રીના રોય સોનાક્ષી સિન્હાની અસલી માતા છે?
રીના રૉય અને શત્રુઘ્ન સિન્હાના અફેર તે સમયગાળામાં ચર્ચાનો વિષય હતો. બંને લગ્ન પણ કરવા માંગતા હતા, પરંતુ સંજોગો સામે બંને મજબૂર થઇ ગયા હતા. તેઓ લગ્ન નહોતા કરી શક્યા નહીં, જોકે, સોનાક્ષી સિન્હાનો ચહેરો રીના રોય સાથે એકદમ મળતો આવે છે, જેના કારણે લોકોને લાગે છે કે રીના રોય સોનાક્ષી સિન્હાની અસલી માતા છે અને બદનામ થવાના ડરથી બંને સ્ટાર્સે હજુ સુધી આ રહસ્ય જાહેર કર્યું નથી.
અલબત્ત, લાંબા સમય પછી રીના રોયે સોનાક્ષી સિન્હા અંગે મોઢું ખોલ્યું છે. તેમણે ફર્સ્ટ પોસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ માત્ર એક સંયોગ છે. ક્યારેક આવું બને છે. દાખલા તરીકે, જીતેન્દ્રની માતા અને તેની માતા જોડિયાં બહેનો હોય તેવું લાગે છે.
શત્રુઘ્નને 8 દિવસમાં લગ્ન કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું
ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીએ શત્રુઘ્ન સિંહાના સંસ્મરણોમાં કહ્યું હતું કે, રીના રોય અને શત્રુઘ્ન સિંહા એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલાં છે. રીના રોયે એકવાર શત્રુઘ્નને 8 દિવસમાં લગ્ન કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. આવું નહીં કરે તો બીજા સાથે પરણી જવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે શત્રુઘ્નના લગ્ન પૂનમ સાથે થઈ ગયા હતા.
પહલાજ નિહલાનીએ કહ્યું હતું કે, તેઓ શત્રુઘ્ન, રીના અને સંજીવ કુમારને લઇને ફિલ્મ બનાવવા માંગતા હતા, પરંતુ રીનાએ આ ફિલ્મનો ભાગ બનવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે જ્યારે શત્રુઘ્ન પોતાનો નિર્ણય સ્પષ્ટ કરશે ત્યારે જ તે આ ફિલ્મમાં કામ કરશે. રીનાએ ફિલ્મ નિર્માતાને એમ પણ કહ્યું હતું કે, જો શત્રુઘ્ન તેની સાથે લગ્ન નહીં કરે તો તે 8 દિવસની અંદર કોઈ બીજા સાથે લગ્ન કરી લેશે.
શત્રુઘ્ન તેમની સામે બાળકની જેમ રડી પડ્યા
પહલાજ નિહલાનીએ શત્રુઘ્નને રીનાના આ નિર્ણય અંગે જણાવ્યું તો તે રડવા લાગ્યા હતા. તેમણે રીના બોલાવી અને પછી તેમની સામે બાળકની જેમ રડી પડ્યા હતા. ત્યારબાદ નિહલાનીએ શત્રુઘ્નને રીનાને જવા દેવા કહ્યું. પછી રીનાએ પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કર્યા અને ફિલ્મોથી દૂર થઈ ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર