Home /News /entertainment /TMKOC:એક એપિસોડના અધધ રૂપિયા મળવા છતાં શૈલેષ લોઢાએ શા કારણે છોડ્યો શો, જાહેરમાં જણાવી દીધી અંદરની વાત
TMKOC:એક એપિસોડના અધધ રૂપિયા મળવા છતાં શૈલેષ લોઢાએ શા કારણે છોડ્યો શો, જાહેરમાં જણાવી દીધી અંદરની વાત
Photo Credit: Instagram
શૈલેષ લોઢાએ અનેક વાર હિંટ આપી છે કે, તેઓ આ શોના પ્રોડ્યૂસર અસિત મોદીથી નારાજ છે. તાજેતરમાં ફરી એકવાર તેમણે એક ઈવેન્ટ દરમિયાન કોઈ નામ લીધા વગર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરનાર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' કોઈ ને કોઈ કારણે ચર્ચામાં રહે છે. નાના પડદા પરના લોકપ્રિય કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ઘણા દિવસોથી ઉથલ-પુથલ ચાલી રહી છે. એક બાદ એક આ શોમાંથી તમામ કલાકાર નીકળી રહ્યા છે. આ કલાકારો શોમાંથી બહાર નીકળી રહ્યા હોવાથી દર્શકોને પસંદ આવી રહ્યું નથી.
દર્શકોના દિલમાં ઘર કરી ગયેલ ‘મહેતા સાહબે’ (Mehta Sahab) પણ આ શો છોડી દીધો છે. 2011માં શૈલેષ લોઢા 'કોમેડી કા મહા મુકાબલા'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા અને વર્ષ 2008થી 2022 સુધી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કર્યું હતું. શૈલેષ લોઢાએ (Shailesh Lodha) કંઈપણ બોલ્યા વગર આ શો છોડી દીધો હતો, પરંતુ હવે ધીરે ધીરે તેમનો ગુસ્સો બહાર આવી રહ્યા છે. તાજેતરમાં તેમણે TMKOCના મેકર્સની પોલ ખોલવાની કોશિશ કરી છે.
શૈલેષ લોઢાએ અનેક વાર હિંટ આપી છે કે, તેઓ આ શોના પ્રોડ્યૂસર અસિત મોદીથી નારાજ છે. તાજેતરમાં ફરી એકવાર તેમણે એક ઈવેન્ટ દરમિયાન કોઈ નામ લીધા વગર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
તેમણે જણાવ્યું કે, ‘આ દેશમાં પબ્લિશર એક હીરાની વીંટી પહેરે છે અને જે લેખક પોતાનું પુસ્તક છપાવવા માંગે છે, તેણે ખર્ચો કરવો પડે છે. આજકાલ લોકો અન્યના ટેલેન્ટથી પૈસા કમાઈ રહ્યા છે અને ખુદને ટેલેન્ટેડ વ્યક્તિથી વધુ માને છે. તે સમયે એક ટેલેન્ટેડ વ્યક્તિએ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.’
શૈલેષ લોઢા જણાવે છે કે, ‘હું તેવી ટેલેન્ટેડ વ્યક્તિઓમાંથી એક છું, જેણે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. કોઈ પબ્લિશર લેખક કરતા મોટો ન હોઈ શકે, કારણ કે તે એક વેપારી છે. જ્યારે કોઈ વેપારી મારા કવિ અથવા અભિનેતા થવા પર હાવી થશે, ત્યારે મારો જ્વાળામુખીની જેમ ફાટશે.’ શૈલેષ લોઢાના આ નિવેદન મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની મેકિંગમાં પ્રોડ્યુસર્સ દખલઅંદાજી કરી રહ્યા છે, આ કારણોસર શોની ક્રિએટીવ ટીમ્સ, એક્ટર્સ અને પ્રોડ્યૂસર્સ વચ્ચે તણાવ સર્જાઈ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર