આ કારણે નાનકડા ફ્લેટમાં રહે છે સલમાન ખાન, પિતાએ જણાવ્યું કારણ

સલમાન ખાન તેના પરિવાર સાથે મુંબઇના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે

સલમાન ખાન તેના પરિવાર સાથે મુંબઇના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે, આ અંગે સલમાનના પિતા સલીમ ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેની આગામી ફિલ્મ 'ભારત'ની શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન ગમે તેટલો વ્યસ્ત હોય પણ પરિવારને પૂરતો સમય આપે છે. સલમાન ખાન તેના પરિવાર સાથે મુંબઇના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. જ્યારે બોલિવૂડના જાણીતા સ્ટાર્સ બંગલામાં રહે છે. આ અંગે સલમાનના પિતા સલીમ ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો.

  સલીમ ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, સલમાન માટે એક મોટો બંગલો ખરીદવો સરળ છે, પણ તે અમારી સાથે આ એપાર્ટમેન્ટમાં રહે છે. તેનું કારણ હું છું. સલમાન ઘણીવાર કહી ચૂક્યો છે કે આપણે એક બંગલો લઇએ. પરંતુ હું અહીં 1973માં આવ્યો હતો. હું બીજે જતો નથી એટલે સલમાન પણ અમારી સાથે અહીં રહે છે. સલીમ ખાને કહ્યું કે, અમે મોટા ઘરમાં જઇશું તો સલમાનને બહુ આરામ મળશે. તે મુશ્કેલથી આ એપાર્ટમેન્ટમાં રહે છે. જેના અડઘા ભાગમાં તેણે જિમ બનાવ્યું છે અને અડઘા ભાગમાં તેના સૂઝ-કપડાં અને પોતે રહે છે. તે મેનેજ કરે છે.

  આ પણ વાંચો: બીજા લગ્ન કરશે રજનીકાંતની મોટી પુત્રી, જાણો કોણ હશે તેનો પતિ?

  તેમણે કહ્યું કે, મેં શરુઆતમાં બહુ સંઘર્ષ કર્યો. પરંતુ ફિલ્મ 'જંઝીર'ની રીલિઝ સમયે હું આ ઘરમાં આવ્યો ત્યારે મને બહુ જ સારું લાગ્યું. ત્યારે મેં વિચાર્યું હતું કે, આ મારું છેલ્લું ઘર હશે. ત્યારથી જ બસ અહીંયા વસ્યો છું.
  Published by:Azhar Patangwala
  First published: