મુંબઇ: રિશિ કપૂર હાલમાં તેમનાં દીકરાની ફિલ્મી કરિઅરની સફળતાથી ખુબજ ખુશ છે. આ સફળતાનો શ્રેય રિશિ કપૂર દીકરાનાં કામ અને રાજૂ હિરાનીનાં ડિરેક્શનને આપ્યો છે. પણ આ વાત ખુબજ ઓછા લોકો જાણે છે કે, રિશિ કપૂર ડિરેક્ટર રાજૂ હિરાનીનાં કામનાં વર્ષોથી કાયલ છે.
આ વિશે હાલમાં જ એક ઇન્ટરવ્યુંમાં રણબીરે કહ્યું હતું કે, પાપાનું રિએક્શન હાલમાં કેવું હશે તે કહેવું ખુબજ મુશ્કેલ છે. જ્યારે તેમણે મુન્નાભાઇ જોઇ હતી ત્યારે તે ખુબજ ખુશ થઇ ગયા હતાં. રાજૂ સરની માતાનાં પગમાં પડી તેમણે કહ્યું હતું કે, આપનોદીકરો જીનિયસ છે. હું ઇચ્છુ છુ કે તે ક્યારેક મારા દીકરા રણબીર સાથે કામ કરે.
રિશિ કપૂરનો આ વ્યવહાર જોઇને ત્યાં હાજર લોકો ચૌકી ગયા હતાં. રિશિનું સપનું આખરે 'સંજૂ' ફિલ્મથી પૂર્ણ થયું. સંજૂએ 'બાહુબલી'થી લઇ સલમાન ખાનની 'રેસ-3' સુધી તમામનાં કમાણીનાં રેકોર્ડ તોડી નાખ્યા છે.
આપને જણાવી દઇએ કે હાલમાં રિશિ કપૂર અનુભ સિન્હાનાં ડિરેક્શનમાં 'મુલ્ક' ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. જે આગામી મહિને એટલે કે 3 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઇ રહી છે.આ ફિલ્મ કોર્ટ રૂમ ડ્રામા છે. જે ભારતમાં મુસલમાનોને ધર્મનાં આધારે ભેદભાવ સહન કરવા પડતાની કહાની છે. હાલમાં દેશમાં ધાર્મિક ઓળખનાં આધારે થતો ભેદભાવ આ ફિલ્મનાં કેન્દ્રમાં છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર