જેમાં સુષ્મિતાએ લખ્યું હતુ કે, 'થોડા દિવસો પહેલા મને હાર્ટ એટેક આવ્યો હતો અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે, અને સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યો છે, જોકે, સૌથી અગત્યની વાત એ કે, મારા કાર્ડિયોલોજિસ્ટે પુષ્ટિ કરી છે કે, મારું હૃદય મોટું છે.' આ પછી સુષ્મિતાએ પોતાના શુભેચ્છકોનો પણ આભાર માન્યો હતો. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, આજકાલ હાર્ટ એટેક કેમ આટલો સામાન્ય બની ગયો છે અને ફિટ લોકોને પણ હાર્ટ એટેક કેમ આવતો હોય છે?
Causes Of Heart Attack | હાર્ટ એટેકના કારણોટેન્શનશારીરિક રીતે ફિટ હોવા છતાં જો તમે સતત તણાવમ હોવ તો હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. તણાવ કે ચિંતા સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આવી સ્થિતિમાં તણાવમાંથી મુક્તિ મેળવવાના પ્રયાસો કરવા જોઈએ. સંગીત, વ્યાયામ, યોગ અને ધ્યાન વગેરે તણાવ દૂર કરવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો : Sushmita Sen: સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ એટેક! ઇમરજન્સીમાં એક્ટ્રેસની કરાઇ સર્જરીઈન્ટેસ વર્કઆઉટવ્યાયામ કરવાથી સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે, અને વ્યક્તિ પણ ફિટ રહે છે. પરંતુ, વધુ પડતા ઈન્ટેસ વર્કઆઉટ પણ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. હૃદયની તંદુરસ્તી જાળવવા માટે દરરોજ 150 મિનિટની કસરત પૂરતી છે. આના કરતાં વધુ કસરત કરવામાં આવે તો હૃદયની તકલીફો શરૂ થઈ શકે છે.
ખાવા પીવામાં ધ્યાન ન રખાતાખોરાકમાં ખાંડ, પ્રાણીની ચરબી, પ્રોસેસ્ડ ફૂડ અને ટ્રાન્સ ફેટનું વધુ પ્રમાણ પણ હૃદયરોગનું જોખમ વધારે છે. આ ખોરાક કોલેસ્ટ્રોલ અને સ્થૂળતાનું કારણ બને છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આના કરતાં વધુ સારું, ફળો, શાકભાજી, ફાઈબર અને આરોગ્યપ્રદ તેલ જ તમારા ખોરાકમાં સામેલ કરવા જોઈએ.
પરિવારમાં કોઈને હાર્ટ એટેક આવેલો હોય હાર્ટ એટેક જેવી બાબતોમાં પણ પારિવારિક ઇતિહાસ જોવા મળે છે. જો તમારા પરિવારમાં કોઈને હાર્ટ એટેક આવ્યો હોય, તો એવી શક્યતા છે કે, તમને પણ હાર્ટ એટેક આવી શકે છે, ખાસ કરીને જો તમારા ભાઈ, બહેન, પિતા, માતા કે દાદા વગેરેને હાર્ટ એટેક આવ્યો હોય. જોકે, તેનુ જોખમ મોટે ભાગે 50 વર્ષની ઉંમર પછી વધે છે.