Home /News /entertainment /રૂપાલી ગાંગુલીએ અભિનેતાને છોડીને કેમ એક બિઝનેસમેન સાથે કર્યા લગ્ન? અનુપમાએ ખુદ કર્યો ખુલાસો

રૂપાલી ગાંગુલીએ અભિનેતાને છોડીને કેમ એક બિઝનેસમેન સાથે કર્યા લગ્ન? અનુપમાએ ખુદ કર્યો ખુલાસો

રૂપાલી ગાંગુલીએ અભિનેતાને છોડીને કેમ એક બિઝનેસમેન સાથે કર્યા લગ્ન?

સ્ટાર પ્લસના પોપ્યુલર શો અનુપમા (Anupama Serial) માં લીડ કેરેક્ટર પ્લે કરીને ઘરે-ઘરે લોકપ્રિય બનેલી રૂપાલી ગાંગુલી (rupali ganguly) ને કોઈ ઓળખની જરૂર નથી. અલબત્ત અનુપમાને શોમાં પ્રેમ અને સારી જીંદગીનો આશીર્વાદ ન મળ્યો હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં રૂપાલીની સ્ટારડન અબે લવ લાઈફ રૂપેરી પડદા કરતા સાવ અલગ છે.

વધુ જુઓ ...
    Rupali Ganguly Ashwin Verma Love Story : ભારતમાં અને વિદેશમાં હિન્દી ભાષીઓ માટે એક જમાનો હતો તુલસીનો. તુલસી એટલે કે 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ફેમ સ્મૃતિ ઈરાની. હવે ટેલિવૂડના દર્શકોના દિલ પર રાજ કરે છે અનુપમા. અનુપમાનું રિયલ નામ છે રૂપાલી ગાંગુલી.

    સ્ટાર પ્લસના પોપ્યુલર શો અનુપમામાં લીડ કેરેક્ટર પ્લે કરીને ઘરે-ઘરે લોકપ્રિય બનેલી રૂપાલી ગાંગુલીને કોઈ ઓળખની જરૂર નથી. અલબત્ત અનુપમાને શોમાં પ્રેમ અને સારી જીંદગીનો આશીર્વાદ ન મળ્યો હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં રૂપાલીની સ્ટારડન અબે લવ લાઈફ રૂપેરી પડદા કરતા સાવ અલગ છે.

    રૂપાલીના ચાહકો પણ તેના વિશે નાની નાની બાબતો જાણવા માટે ઉત્સુક હોય છે. આજકાલ ચાહકો હંમેશા એક પ્રશ્ન જાણવા માંગે છે કે રૂપાલીએ ટીવી અભિનેતાને છોડીને મુંબઈ સ્થિત બિઝનેસમેન અશ્વિન વર્મા સાથે કેમ લગ્ન કર્યા? એક ઈન્ટરવ્યુ દરમિયાન રૂપાલીએ તેના પરિણીત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા, જે દરમિયાન તેણે એમ પણ કહ્યું કે તેણે શા માટે અશ્વિનને જીવનસાથી તરીકે પસંદ કર્યો?

    આ પણ વાંચો:  અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત પર થઈ FIR, આ હિન્દુ દેવતાના પાત્રને લઈને થયો છે વિવાદ

    ઈન્ટરવ્યુમાં અશ્વિન સાથેના સંબંધો વિશે વાત કરતા રૂપાલીએ કહ્યું કે બંને 12 વર્ષથી મિત્રો હતા. બંને પહેલીવાર મળ્યા ત્યારે રૂપાલીએ અશ્વિનની એક જાહેરાતમાં મોડલ તરીકે કામ કર્યું હતું. તે પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને બંનેએ સાથે કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતથી જ રૂપાલી તેના પર ઘણો વિશ્વાસ કરવા લાગી હતી. રૂપાલી માટે અશ્વિન મિત્ર-માર્ગદર્શક અને ફિલોસોફર રહ્યો છે.

    અશ્વિન હંમેશા રૂપાલીને ટીવી સાથે જોડાવા માટે પ્રેરિત કરતો હતો. રૂપાલી અને અશ્વિનની આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તેની તેમને પણ ખબર ન પડી. લાંબા સમય પછી બંનેને સમજાયું કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે.

    રૂપાલી અને અશ્વિનના સંબંધોમાં કોઈ દેખાડો નથી


    રૂપાલીએ જણાવ્યું કે તેમના લગ્નના લગભગ 5 વર્ષ પહેલા તેને અહેસાસ થયો હતો કે અશ્વિન અને તે એકબીજાને પ્રેમ કરે છે. જોકે આ પછી પણ બંનેએ એકબીજાને આઈ લવ યુ સુદ્ધાં કહ્યું ન હતું. રૂપાલી અને અશ્વિનના સંબંધોની સૌથી સારી વાત એ છે કે તેઓએ એકબીજાને ખુશ કરવા માટે ક્યારેય કોઈ ઢોંગ-દેખાડો નથી કર્યો.


    ખૂબ જ સાદગીથી બંનેએ એકબીજાને પોતાના સાથી બનાવ્યા છે. રૂપાલી અને અશ્વિન હંમેશા જાણતા હતા કે વિવાહિત જીવનમાં સંતુલન ત્યારે જ બનાવી શકાય છે, જ્યારે તમારો પાર્ટનર હંમેશા જરૂરિયાતના સમયે તમારી સાથે હોય. આ જ કારણ હતું કે અશ્વિન વિદેશથી નોકરી છોડી રૂપાલી સાથે લગ્ન કરવા ભારત આવી ગયો હતો.
    First published:

    Tags: Anupama, Entertainment news

    विज्ञापन
    विज्ञापन