Home /News /entertainment /જ્યારે પ્રિયંકા ચોપરાએ અનુ કપૂર સાથે ઈન્ટિમેટ સીન શૂટ કરવાની ના પાડી, જાણો શું કહ્યું અભિનેતાએ
જ્યારે પ્રિયંકા ચોપરાએ અનુ કપૂર સાથે ઈન્ટિમેટ સીન શૂટ કરવાની ના પાડી, જાણો શું કહ્યું અભિનેતાએ
અનુ કપૂર જન્મદિવસ
અનુ કપૂર (Annu Kapoor) અને પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ અક્ષય કુમારની ફિલ્મ 'ઐતરાઝ'માં સાથે કામ કર્યું હતું. તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાત ખૂન માફમાં પણ જોવા મળ્યા હતા
Annu Kapoor Birthday : આજે પીઢ અભિનેતા અનુ કપૂરનો જન્મદિવસ (Annu Kapoor) છે. અભિનેતાના તમામ ફેન્સ અને મિત્રો સોશિયલ મીડિયા દ્વારા તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. અનુ કપૂરે વર્ષ 1983માં ડેબ્યૂ કર્યું હતું. તેઓ લગભગ ચાર દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. અભિનેતાએ વર્ષ 2011 માં પ્રિયંકા ચોપરા વિશે ગંભીર ટિપ્પણી કરી હતી, જેના કારણે તે હેડલાઇન્સમાં રહ્યા હતા.
અનુ કપૂર અને પ્રિયંકા ચોપરાએ અક્ષય કુમારની ફિલ્મ 'ઐતરાઝ'માં સાથે કામ કર્યું હતું. તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાત ખૂન માફમાં પણ જોવા મળ્યા હતા. તેમણે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના સાત પતિમાંથી એકની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ રસ્કિન બોન્ડના પુસ્તક પર આધારિત હતી. આ ફિલ્મમાં ઈરફાન ખાન, નસીરુદ્દીન શાહ, જોન અબ્રાહમ, નીલ નીતિન મુકેશ જેવા સ્ટાર્સે કામ કર્યું હતું.
અનુ કપૂરે ઈન્ટીમેટ સીન શૂટ ન થવાનું કારણ જણાવ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના પ્રમોશન દરમિયાન કલાકારો વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થયું હતુ, જે બોલિવૂડમાં સૌથી મોટા વિવાદોમાંથી એક તરીકે ઉભરી આવ્યું. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે અનુ કપૂરે કહ્યું કે, પ્રિયંકા ચોપરાએ તેની સાથે ઈન્ટિમેટ સીન કરવાની ના પાડી દીધી હતી. અનુએ પછી આનું કારણ સમજાવ્યું અને કહ્યું કે, તે દેખાવમાં સારો નથી અને ન તો તે હીરો છે. જો તે હીરો હોત તો પ્રિયંકાએ તેની સાથે ઈન્ટીમેટ સીન કર્યો હોત.
અનુ કપૂરની આ વાતથી પ્રિયંકા ચોપરા નારાજ થઈ ગઈ હતી
અનુએ આગળ કહ્યું હતું કે, 'પ્રિયંકાને હીરો સાથે ઈન્ટિમેટ સીન કરવામાં કોઈ વાંધો નથી.' એક્ટરનું માનવું છે કે, જો કોઈ ટેલેન્ટ ન હોય પણ એક્ટર દેખાવમાં સારો હોવો જોઈએ. પ્રિયંકાએ તેના સહ-અભિનેતાની વાતનો જવાબ આપતા કહ્યું કે, જો અભિનેતા ઈન્ટીમેટ સીન કરવા માંગતો હોય અને આવી અભદ્ર ટિપ્પણીઓ કરવા માંગતા હોય તો તેણે એ પ્રકારની ફિલ્મો કરવી જોઈએ.
બાદમાં અનુ કપૂરે કહ્યું હતું કે, તેણે ક્યારેય પ્રિયંકા વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. જ્યારે અભિનેતાને પ્રિયંકાના પતિની ભૂમિકા માટે તેની લાગણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અનુ કપૂરે કહ્યું હતું કે લોકો તેને તેના અભિનયના આધારે જજ કરશે અને તે તેના આધારે નહીં કે તે પ્રિયંકા કે મેરિલ સ્ટ્રીપના પતિની ભૂમિકા ભજવે છે. તેણે પ્રિયંકાને સલાહ આપી હતી કે આ બધી બાબતોને વધારે ગંભીરતાથી ન લે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર