Home /News /entertainment /શા માટે અમિતાભ બચ્ચન કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યા? ? જાણો કારણ

શા માટે અમિતાભ બચ્ચન કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યા? ? જાણો કારણ

અંતિમ સંસ્કારમાં કોઈ સેલેબ્રિટીઝે હાજરી નહોતી આપી

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધન (Comedian Raju Shrivastava Death) બાદ મનોરંજન ઇન્ડસ્ટ્રી સહિત તેમના ફેન્સમાં ભારે શોકનો માહોલ ફેલાઇ ગયો છે.

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધન (Comedian Raju Shrivastava Death) બાદ મનોરંજન ઇન્ડસ્ટ્રી સહિત તેમના ફેન્સમાં ભારે શોકનો માહોલ ફેલાઇ ગયો છે. આ દરમિયાન એશિયાનેટ ન્યૂઝ હિન્દી સાથે ખાસ વાતચીત દરમિયાન જાણીતા કોમેડિયન સુનીલ પાલ (Comedian Sunil Pal) જે ઘણા પ્રોજેક્ટમાં રાજૂના કો-સ્ટાર હતા, તેમણે આ વાતચીતમાં પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જેવા મોટા કલાકારો રાજુના અંતિમ સંસ્કારમાં કેમ ન પહોંચી શક્યા તેનું કારણ જણાવ્યું હતું.

"મારા ઘરને તારું જ ઘર માનજે" - રાજુ


"મારા સંઘર્ષના દિવસોમાં હું રાજુભાઈને મુંબઈમાં પહેલી વાર મળ્યો હતો. હું એક કલાક પહેલા જ તેમને આકરી ગરમીમાં મળવા માટે ત્યાં પહોંચ્યો હતો. મારી પાસે કોઈ ખાસ કપડાં નહોતા, મારી પાસે એક જ કોટ હતો. તેથી કાળઝાળ ગરમીમાં હું ત્યાં તેમને કોટ પહેરીને તેમને મળવા આવ્યો હતો. રાજુભાઈ મારુતિ 800માં બેઠા. તેમની પત્ની તેમની સાથે હતી અને તેમની પુત્રી તે સમયે ખૂબ જ નાની હતી. તે મારા પર હસ્યા કે આટલી ગરમીમાં તમે કોટ પહેરીને કેમ આવ્યા? મેં તેમને કહ્યું કે તમને મળવું હતું તેથી આ ડ્રેસ જ બેસ્ટ છે. પછી મેં તેમને મારા કેટલાક એક્ટ બતાવ્યા. તે ખુશ હતા અને સંપર્કમાં રહેવાનું કહ્યું. રસ્તામાં રાજુભાઈએ મારા ખિસ્સામાં 500 રૂપિયા મૂકીને કહ્યું કે જ્યારે તમે થોડું નામ કમાવ ત્યારે મુંબઈમાં સંઘર્ષ કરી રહેલા લોકોને પણ આ જ રીતે મદદ કરજો. એમાં શરમાવા જેવું કશું નથી. હંમેશા લોકોને મદદ કરવી જોઈએ. આ પછી પોતાનું સરનામું આપ્યું અને કહ્યું કે આજથી મારા ઘરને તારું જ ઘર માનજે.'

રાજુ સાથે તમારી દોસ્તી કઇ રીતે થઇ?


'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' શરૂ થયાના 10 વર્ષ પહેલાથી હું તેમને જાણતો હતો. તે અમારાથી ઘણા સિનિયર હતા. તેમને જોઇને જ અમે આ ફિલ્ડમાં શરૂઆત કરી. હું જ્યારે મુંબઈ પહોંચ્યો ત્યારે તેમના નાના ભાઈ દીપુ શ્રીવાસ્તવે તેમની સાથે મારો પરિચય કરાવ્યો હતો. જ્યારે મેં તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું. ત્યારે હું તેમને ફોન કરતો હતો અને તેઓ મને પોતાના કેસેટ રેકોર્ડમાં બોલાવતા હતા. તેઓ મને ત્યાં અલગ અલગ નોકરીઓ કરાવતા હતા. ક્યારેક શાહરૂખ ખાન તો ક્યારેક નાના પાટેકરનો અવાજ કઢાવતા હતા. આમ કરવાથી મને રોજના હજાર રૂપિયા મળતા હતા. આ રીતે તેઓએ અમને એવું લાગવા દીધું નહીં કે અમારી પાસે કામ નથી. ક્યારેક અમને તેમના શોમાં વીઆઇપી ટ્રીટમેન્ટ મળતી હતી. તે કહેતા હતા કે પહેલા આવીને મારો અભિનય જુઓ. હું તેમની સાથેની આ બધી વાતોને મિસ કરું છું. તેમણે હંમેશા મને ઘણી મદદ કરી છે.

ક્યારેય બંને પોતાના સ્ટ્રગલ વિશે વાતો કરતા?


ઘણી વખત. જ્યારે પણ અમે બેસતા ત્યારે અમારા વીતેલા દિવસો યાદ કરતા. જ્યારે પણ અમે મહેફિલમાં બેસતા ત્યારે તેની ત્રણ વસ્તુઓ ચોક્કસ હતી. સારું ભોજન, સારું ગાયન અને હસવું. મેં તેમને ક્યારેય દુ:ખ અથવા શોક વહેંચતા જોયા નથી. તે પોતાના દુ:ખને દિલમાં રાખત હતો. કદાચ એટલે જ તેના હૃદયે તેને દગો દીધો. બાકી તેઓ એક કિસ્સો અવારનવાર કહેતા કે તેઓ જ્યારે નવા નવા મુંબઈ આવ્યા, ત્યારે તેમણે એક ઓર્કેસ્ટ્રા વાળાને કોલ કરીને કામ માગ્યું હતું. ઓર્કેસ્ટ્રાએ તેને ફક્ત એટલું જ કહ્યું કે ઠીક છે, ઘાટકોપર આવો અને તેણે કોલ કાપી નાંખ્યો હતો. હવે રાજુભાઈ પાસે ન તો ફરીથી ફોન કરવાના પૈસા હતા કે ન તો તેમને ફરીથી ફોન કરીને સરનામું પૂછવાની હિંમત હતી. તેમને ગુસ્સો આવશે તો કામ પણ નહીં મળે એમ વિચારીને રાજુભાઈ ઘાટકોપરમાં બે દિવસ ગાળીને એ ઓર્કેસ્ટ્રામાં પહોંચી ગયા. તેઓ કહેતા હતા કે આ એ સમયગાળો હતો, જ્યારે કોઈ અમને એક જ વાર કહેતું હતું કે કામ છે, પછી અમે તેને દુ:ખ ન પહોંચે તેવું વિચારીને તે કામ પર પહોંચી જતા હતા.

'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ-1'માં તમે આ શોના વિનર હતા અને રાજુ સેકન્ડ રનર અપ રહ્યા હતા. શું તમે ક્યારેય તેની સાથે આ અંગે વાત કરી છે?

જ્યારે તેમણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી કે, તે પણ આ શોનો ભાગ બનવા માંગે છે. ત્યારે અમને બધાને લાગ્યું કે તે આટલો મોટો સ્ટાર છે, તે અમારી સાથે શું કરશે. તો તેમણે કહ્યું કે તમે બધા નવા છોકરાઓ સારું કામ કરી રહ્યા છો. તેથી હું તમારી સાથે રહેવા માંગુ છું, હું શીખવા માંગુ છું. તે તેમની મહાનતા હતી કે જ્યારે તેઓ અમારાથી સિનિયર હતા ત્યારે પણ તે અમારી સાથે શો કરતા હતા, કારણ કે તેમના મનમાં ક્યારેય સિનિયર-જુનિયર જેવી વાતો નહોતી. બધા જાણે છે કે રાજુજીમાં ન તો કન્ટેન્ટનો અભાવ હતો કે ન તો અઢી કલાક પહેલાં તેઓ અટકે છે. તે એવા કલાકારોમાંના એક હતા જેમને જીત અને હારની પરવા નહોતી. ઉલટું, તેમના માટે ગર્વની વાત હતી કે અમે બધા તે શોથી પ્રખ્યાત થયા. શો પછી અમે જે પાર્ટી રાખી હતી તેમાં તેમણે ખૂબ ડાન્સ કર્યો હતો.

'બોમ્બે ટુ ગોવા'માં રાજુ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?


'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'ના સમયથી જ 'બોમ્બે ટુ ગોવા'ના ડિરેક્ટરને અમે સૌ ઓળખતા હતા. એટલે એ ફિલ્મ અમારી ફ્રેન્ડશિપ યારીમાં બની ગઈ હતી. સેટ પર અમને માત્ર સીન જ આપવામાં આવ્યા હતા અને અમે અમારા પોતાના પ્રમાણે તેમાં સુધારો કરતા હતા. તે ફિલ્મના સેટ પર પણ ઘણા કિસ્સાઓ બન્યા હતા.

રાજુ સાથે છેલ્લી મુલાકાત ક્યારે થઇ હતી?


મારી પાસે એક ફિલ્મ આવી છે 'ગાલી ગલોચ'. તેના માટે રાજુ જી પાસે ગયો હતો. તેમને ફિલ્મનો એ વિષય ખૂબ ગમ્યો અને કહ્યું કે, આ એક સારો કોન્સેપ્ટ છે અને હું પણ તેની વિરુદ્ધ છું. આજના છોકરાઓ જે કોમેડીમાં ગાળો આપી રહ્યા છે તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, તમે ફિલ્મની રિલિઝ ડેટ નક્કી કરો અને પછી આપણે એક વિડીયો બનાવીશું. આ દરમિયાન તે બીમાર પડી ગયા અને પછી કોઇને ન મળી શક્યા.

જ્યારે રાજુ એડમિટ હતા ત્યારે તેમના પરીવાર સાથે શું વાતચીત થતી?


જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા, ત્યારે મેં ભાભી સાથે બે-ત્રણ વાર વાત કરી હતી. તેમણે કહ્યું કે બધું બરાબર થઈ જશે. પ્રાર્થના કરો અને એક ટકા પણ નકારાત્મક વિચારો ન કરશો. પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું દિલ્હી જઈશ. તેમને મળવાને બદલે હું તેમને છેલ્લી વાર જોઇશ. આજે તેમની વિદાય માત્ર તેમના ઘરનું જ નહીં, પરંતુ જ્યાં જ્યાં ટીવી છે તે દરેક ઘરનું દુ:ખ છે. બાકી તેમના પરિવાર વિશે શું કહું? તેમના અંતિમ સંસ્કાર વખતે તેમની સામે ઉભા રહીને પણ હું કંઈ કહી શક્યો નહીં. ભાભી અને બાળકોની રડી રડીને ખરાબ હાલત હતી. હવે જો મને જીવનમાં રાજુભાઈના પરિવારની સેવા કરવાની તક મળશે, તો હું મારી જાતને ભાગ્યશાળી માનીશ. કારણ કે તેમના પરિવારે મને ઘણું આપ્યું છે.

શું તમને નથી લાગતું કે રાજુના અંતિમ સંસ્કારમાં ઘણા વધુ બોલિવૂડ સેલેબ્સે આવવા જોઈતા હતા?


તેમાં સૌથી મોટી ભૂલ એ હતી કે તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થયા હતા. અમે બધા ચર્ચા કરી રહ્યા હતા કે ઘણા લોકોએ આવવું જોઈએ. પરંતુ તે થઈ શક્યું નહીં. કારણ કે તેમના અંતિમ યાત્રા દિલ્હીમાં હતી. આ યાત્રા કાં તો તેમના જન્મસ્થળ કાનપુરમાં અથવા કર્મભૂમિ મુંબઈમાં હોવી જોઈતી હતી. અંતિમ યાત્રા મુંબઈમાં હોત તો ઘણા લોકો તેમાં જોડાયા હોત. તે તેના પરિવારનો નિર્ણય નહોતો, પરંતુ એક વરિષ્ઠનો નિર્ણય હતો જે ખોટો સાબિત થયો. આ સિવાય તેમણે સવારે 10 વાગ્યે અંતિમ સંસ્કાર કર્યા હતા, જેના કારણે ઘણા સેલેબ્સ સમય કાઢી શક્યા ન હતા. તમને જણાવવા માંગીશ કે મહાનાયક અમિતાભ બચ્ચનનો મને મેસેજ હતો કે ક્યાં પહોંચવાનું છે? તો જ્યારે પરિવારે જવાબ આપ્યો કે તે દિલ્હીમાં છે, ત્યારે તેમના માટે આટલો સમય મેનેજ કરવો ખૂબ જ મુશ્કેલ હતો. આ સિવાય ગોવિંદાજી અને અનુપમ ખેર સાહેબે પણ અંતિમ સંસ્કાર ક્યાં છે તે અંગે પૂછ્યું હતું. પરંતુ જ્યારે ખબર પડી કે તે દિલ્હીમાં છે, તો તેઓ પહોંચી શક્યા નહીં. આ સાથે જ મને કપિલ શર્માનો ફોન આવ્યો હતો. જે તે સમયે દુબઈમાં હતો. તેણે કહ્યું કે હું આવવાનો પ્રયત્ન કરીશ તો પણ હું સવાર સુધીમાં મુંબઈ પહોંચીશ. એવું નથી કે લોકો આવવા માંગતા ન હતા. રાજુની અંતિમ યાત્રા જો મુંબઈમાં હોત તો કદાચ આખી ઈન્ડસ્ટ્રી તેમાં સામેલ થઈ ગઈ હોત. તેથી મારા મતે દિલ્હીમાં તેની અંતિમ વિધિ કરવી ખોટી હતી.
Published by:Priyanka Panchal
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन