Home /News /entertainment /FIFA World Cup 2022ની ટ્રોફી લોન્ચ કરવા માટે દીપિકા પાદુકોણને જ શા માટે કરાઇ પસંદ, નહીં જાણતા હોય આ કારણ

FIFA World Cup 2022ની ટ્રોફી લોન્ચ કરવા માટે દીપિકા પાદુકોણને જ શા માટે કરાઇ પસંદ, નહીં જાણતા હોય આ કારણ

ભારતીયો માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ રહી.

ઘણા લોકોના મનમાં સવાલ છે કે આખરે FIFA WC 2022ની ટ્રોફી લોન્ચ કરવા માટે Deepika Padukone જ શા માટે પસંદ કરવામાં આવી. ચાલો તમને જણાવીએ તેનો જવાબ...

પઠાન (Pathaan) મૂવીને લઇને ચાલી રહેલા વિવાદ (Pathaan Controversy) વચ્ચે દીપિકા પાદુકોણ (Deepika Padukone) ગઇ કાલે કતાર પહોંચી હતી. અહીં પહોંચીને એક્ટ્રેસે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 18 ડિસેમ્બરે આર્જેન્ટિના અને ફ્રાન્સ (Argentina vs France) વચ્ચે રમાયેલા ફીફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)ના જબરદસ્ત મુકાબલામાં દીપિકાએ જ વર્લ્ડ કપ ટ્રોફી લોન્ચ કરી હતી. તમને જણાવી દઇએ કે આ શાનદાર ટ્રોફીને લોન્ચ કરવાની સાથે 'પઠાન' એક્ટ્રેસ ફીફાના ઇતિહાસમાં આ કામ કરનાર પહેલી ભારતીય બની ગઇ છે.

તેવામાં ભારતીયો માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ રહી. એક તરફ જ્યાં ફેન્સ દીપિકાની આ ઉપલબ્ધિ માટે તેમને શુભેચ્છા આપતા જોવા મળ્યા, ત્યાં ઘણાના મનમાં એક સવાલ પણ હતો કે આખરે દીપિકા પાદુકોણે જ શા માટે FIFA WC 2022ની ટ્રોફી લોન્ચ કરી?




આ પણ વાંચો :  બોલીવુડની આ હસીનાઓએ કરી હદ પાર, બાથરૂમમાંથી શેર કરી દીધા આવા-આવા ફોટોઝ

શું છે કારણ?


જો તમે પણ તેનો જવાબ શોધી રહ્યાં છો તો અમે તમને જણાવી દઇએ કે પઠાન એક્ટ્રેસ આ વર્ષે લગ્ઝરી ક્લોદિંગ અને એક્સેસરીઝ બ્રાંડ લુઇ વુઇટન (Louis Vuitton)ની ગ્લોબલ એંબેસેડર છે. તેવામાં લુઇ વુઇટન 2010થી ફીફા વર્લ્ડ કપની પાર્ટનર રહી છે.

આ જ કારણ છે કે પાછલા દશકથી ફૂટબોલ વર્લ્ડ કપના સપોર્ટના કારણે ગ્લોબલ એંબેસેડર દીપિકા પાદુકોણને આર્જેન્ટિના વર્સેસ ફ્રન્સ ફાઇનલ પહેલા ટ્રોફી લોન્ચ કરવા માટે પસંદ કરવામાં આવી.



આ પણ વાંચો :  ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પર ફરી ચડ્યો બોલ્ડનેસનો ફીવર, એકદમ ટાઇટ ડ્રેસમાં વિખેર્યો જલવો


તેવામાં ટ્રોફી લોન્ચ કરતા જ દીપિકાના ફોટોઝ અને વીડિયો ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરવા લાગ્યા. જો કે એક તરફ જ્યાં આ ઐતિહાસિક ક્ષણ માટે એક્ટ્રેસના ખૂબ વખાણ થઇ રહ્યાં છે ત્યાં બીજી બાજુ તે પોતાની અપકમિંગ ફિલ્મ પઠાન માટે ખૂબ જ ટ્રોલ થઇ રહી છે.



દીપિકા પાદુકોણ શાહરૂખ ખાન (Shah Rukh Khan) સાથે પોતાની અપકમિંગ ફિલ્મને લઇને વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. ફિલ્મના પહેલા સોન્ગ 'બેશરમ રંગ'માં એક્ટ્રેસની ભગવા બિકીની (Deepika Padukone Bikini Controversy)ને લઇને જોરદાર હંગામો થઇ રહ્યો છે. જો કે હજુ સુધી આ મામલે દીપિકા તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી.
First published:

Tags: Deepika Padukone, FIFA 2022, Fifa-world-cup, Ranveer Singh

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો