ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સિલ્વર સ્ક્રીન પર એક નવી જ કહાણી લઇને આવ્યો, પરંતુ તે સફળ ન થઇ. તેની ફિલ્મ 'Why Cheat India'દર્શકોને ઇમ્પ્રેસ કરી શકી નથી. શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર મુદ્દે બનેલી આ ફિલ્મ દર્શકોની દ્રષ્ટિએ ખરી ઉતરી નથી. ફિલ્મની રીલિઝને ત્રણ દિવસ થયા છે, પરંતુ તે ખાસ કમાણી કરી શકી નથી.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી જણાવ્યું કે, ફિલ્મે પહેલા દિવસે એટલે કે શુક્રવારે લગભગ 1.71 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ રહી નથી.
રીલિઝ પહેલાં ફિલ્મ તેના નામને લઇને ચર્ચામાં હતી. સેન્સર બોર્ડે ફિલ્મના નામ સામે વાંધો ઉપાડ્યો હતો. જે બાદ ફિલ્મનું નામ 'ચીટ ઇન્ડિયા'થી બદલીને 'વાય ચીટ ઇન્ડિયા' કરવામાં આવ્યું હતું. સૌમિક સેનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે શ્રેયા ધનવંતરી લીડ રોલમાં છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર