Home /News /entertainment /બોલીવુડની ફિલ્મો કેમ થઈ રહી છે ફ્લોપ? સુભાષ ઘાઈએ જણાવ્યું કારણ, તમે પણ સહમત થશો

બોલીવુડની ફિલ્મો કેમ થઈ રહી છે ફ્લોપ? સુભાષ ઘાઈએ જણાવ્યું કારણ, તમે પણ સહમત થશો

બોલીવુડની ફિલ્મો કેમ થઈ રહી છે ફ્લોપ?

Subhash Ghai: સુભાષ ઘાઈ ઘણા દાયકાઓથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમણે બોલીવુડના માહોલને નજીકથી જોયો છે અને સમજો છે. તેમણે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અત્યારે હિંદી ફિલ્મો પહેલાની જેમ સફળ કેમ નથી થતી.

    નવી દિલ્હી: સુભાષ ઘાઈએ કેટલીક મોટી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ નિર્માતાની ‘હીરો’, ‘ખલનાયક’ અને ‘પરદેશ’જેવી સફળ ફિલ્મોને લોકોએ ખુબ પસંદ કરી છે. તેમણે એક વાતચીત દરમિયાન બોલીવુડની ફિલ્મોમાં આવેલા ફેરફારની વાત કરી કરી હતી. આ સાથે જ તેમણે તે સમયને યાદ કર્યો હતો જ્યારે ફિલ્મ નિર્માણ એક અલગ પ્રકારનો ઉદ્યોગ હતો.

    સિનેમાની ઘણી બાબતો પર કરી ચર્ચા


    સુભાષ ઘાઈએ બોલીવુડ હંગામા સાથે વાત કરતા તેમણે સિનેમાની ઘણી બાબતો પર ચર્ચા કરી અને બોલીવુડની કેટલીટ ફિલ્મો નિષ્ફળ જવા પાછળના કારણોની વાત કરી હતી. કોવીડ-19 પછી બોલીવુડ ફિલ્મોએ પોતાના કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જ્યારે સાઉથની ફિલ્મોએ સારી એવી કમાણી કરી છે.

    આ પણ વાંચો: દહેજના દાનવોનો પરિણીતાને પર ત્રાસ, પતિએ કહ્યુ - ‘તારા ભિખારી બાપને કહેજે 20 લાખ આપે!’

    ફિલ્મ નહી બજેટ નિષ્ફળ જાય છે: સુભાષ ઘાઈ


    સુભાષ ઘાઈએ સિનેમા ઘરોમાં દર્શકોના ઘટાડાને લઈને કહ્યું કે, મોટાભાગે ફિલ્મોનું બજેટ તેની નિષ્ફળતા પાછળ જવાબદાર હોય છે. તેમણે કહ્યું કે,‘ફિલ્મ ઉદ્યોગમાં હંમેશા એક કહેવત રહી છે કે, ફિલ્મ ક્યારેય નિષ્ફળ નથી થતી, તેનું બજેટ નિષ્ફળ જાય છે. બજેટ ફિલ્મને નિષ્ફળ બનાવે છે. તમે પાંચ કરોડમાં ફિલ્મ બનાવો છો અને 12 કરોડની કમાણી કરો છો, તો તે ફિલ્મ હિટ છે. પરંતું તમે 200 કરોટની ફિલ્મ બનાવી 100 કરોડની કમાણી કરો છો તો તે ફિલ્મ નિષ્ફળ છે.’

    ફિલ્મનું બજેટ મહત્વનું હોય છે


    તે બજેટ પર ભાર આપતા કહે છે કે,‘ફિલ્મનું બજેટ મહત્વનું હોય છે, તેના કારણે ફિલ્મ નિષ્ફળ જાય છે.’ સુભાષ ઘાઈ પોતાના સંસ્થા‘વ્હિસલિંગ વુડ્સ’માં ફિલ્મ નિર્માણ વિશે પણ શિખવાડે છે. તેમણે પોતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘36 ફાર્મહાઉસ’ની કહાની પણ લખી હતી, જે જાન્યુઆરી 2022માં રિલીઝ થઈ હતી.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Bollywood Latest News, Entertainment, Entertainment news, Subhash Ghai

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन