Home /News /entertainment /

કોફી વિથ કરનમાં હોસ્ટનો ઘટસ્ફોટ; વિકી-કેટરિનાના લગ્ન પહેલા આલિયાએ દારૂના નશામાં કર્યો હતો ફોન

કોફી વિથ કરનમાં હોસ્ટનો ઘટસ્ફોટ; વિકી-કેટરિનાના લગ્ન પહેલા આલિયાએ દારૂના નશામાં કર્યો હતો ફોન

દારૂના નશામાં આલિ.યા-કરને વિકી-કેટરિનાને કોલ કર્યો હતો.

ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર કોફી વિથ કરન સિઝન 7ના લેટેસ્ટ એપિસોડમાં વિક્કી કૌશલ અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. વિકી અને કેટરિના કૈફના લગ્નની ડિટેલ્સ હજી સુધી લોકોની સામે નથી આવી. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં યોજાયેલા આ લગ્નના ઘણા સમાચાર સામે આવ્યા પરંતુ હકીકતમાં લગ્નમાં અંદર શું થઈ રહ્યું હતું, એ વાતનો ખુલાસો ખુદ વિકીએ આ શોમાં કર્યો.

વધુ જુઓ ...
    ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર કોફી વિથ કરન સિઝન 7ના લેટેસ્ટ એપિસોડમાં વિક્કી કૌશલ અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. વિકી અને કેટરિના કૈફના લગ્નની ડિટેલ્સ હજી સુધી લોકોની સામે નથી આવી. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં યોજાયેલા આ લગ્નના ઘણા સમાચાર સામે આવ્યા પરંતુ હકીકતમાં લગ્નમાં અંદર શું થઈ રહ્યું હતું, એ વાતનો ખુલાસો ખુદ વિકીએ આ શોમાં કર્યો. આ બધી વાતોનો ખુલાસો કરન જોહરે પણ કર્યો કે વિકી-કેટરિનાનાં લગ્ન પહેલા કરન જોહર અને આલિયા ભટ્ટે દારૂના નશામાં કેટરિનાને કોલ કર્યો હતો.

    કરન-આલિયાએ નશામાં કેટરિનાને કોલ કર્યો

    કરન જોહરે આ શોમાં જણાવ્યું કે વિકી-કેટરિનાના લગ્ન પહેલા મેં અને આલિયાએ નશામાં કેટરિનાને કોલ કર્યો હતો. કરન જોહરે નશામાં કહે છે કે, જોકે અમને તમારા લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, પરંતુ મેં અને આલિયાએ નશામાં તને કોલ કર્યો હતો. કરને શોમાં ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે તેણે તથા આલિયા ભટ્ટે એકવાર વિકીને ડ્રંક કૉલ કર્યો હતો. અમે દિલ્હીમાં શૂટિંગ કરતાં હતાં. તેમણે તે દરમિયાન વાઇન પીધી હતી. ત્યારબાદ તેઓ આકાશમાં તારા જોવા લાગ્યા અને વિચારવા લાગ્યે કે આવામાં કોને કૉલ કરી શકાય તથા અચાનક તેમણે વિકી કૌશલને ફોન કર્યો હતો. કરને આગળ કહ્યું હતું કે તેમણે જ્યારે ફોન કર્યો ત્યારે વિકી-કેટના લગ્ન થવાના જ હતા. વિકીને ફોન પર બૂમો પાડીને તેમણે કહ્યું હતું કે તેઓ ઘણાં જ ખુશ છે. કેટરીનાને ઘણો જ પ્રેમ કરે છે. તેઓ ઘણાં જ ભાવુક થઈ ગયા હતા.








    View this post on Instagram






    A post shared by Karan Johar (@karanjohar)






    કેટરિના-રણબીર-આલિયા કનેક્શન

    તમને જણાવી દઈએ કે, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સારા મિત્રો છે. એટલું જ નહીં રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં આવ્યા પહેલા આલિયા અને કેટરિના નેહા ધૂપિયાના ટોક શો પર સાથે બેસ્ટફ્રેન્ડ બનીને જોવા મળી હતી. આલિયા પહેલા કેટરિના રણબીર કપૂરની સાથે રિલેશનમાં હતી, પરંતુ રણબીર-આલિયાની નિકટતા બાદ કેટરિના-આલિયા એકસાથે ઓછા જોવા મળતા હતા. જો કે, હવે કેટરિના-વિકી અને રણબીર-આલિયા લગ્નના બંધનમાં બંધાય ગયા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Alia Bhatt, Karan johar, Vicky Kaushal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन