મહાભારત સિરીયલ (Mahabharat Serial) શરૂ થતા મે સમય હુ (Mein Samay Hoon) આવે એટલે લોકો ટીવીની સામે એક ધારૂ બેસી જતા હતા, તમને એ ખબર છે કે આ સિરીયલમાં મે હુ સમયમાં જે અવાજ સંભળાય છે એ કોનો હતો
મહાભારત સિરીયલ (Mahabharat Serial) શરૂ થતા મે સમય હુ (Mein Samay Hoon) આવે એટલે લોકો ટીવીની સામે એક ધારૂ બેસી જતા હતા, તમને એ ખબર છે કે આ સિરીયલમાં મે હુ સમયમાં જે અવાજ સંભળાય છે એ કોનો હતો
તમને 90ના દાયકાની સુપરહિટ મહાભારત સીરિયલ (Mahabharat Serial) યાદ જ હશે. તેની શરૂઆતમાં જ 'મૈં સમય હૂં' એવો અવાજ સાંભળવા મળતો. ત્યારે આપણે સમયને સાંભળી શકતા હતા. ટીવી પર 'મહાભારત' શરૂ થતાંની સાથે જ આ અવાજ આપણે આકર્ષિત કરતો હતો. 1988 બાદ લોકડાઉનમાં આ સમયને સાંભળવાનો ફરી એક અવસર મળ્યો હતો. તમને આ અવાજ સાંભળીને એકવાર તો સવાલ જરૂર થયો હશે કે, આખરે આ અવાજ કોનો હશે? જો તમે પણ આ જાણવા માટે આતુર છો તો અમે તમને ‘સમય’ (Mein Samay Hoon) ને પોતાનો અવાજ આપનાર આર્ટિસ્ટ (Voice Artist) વિશે જણાવશું.
હરિશ ભીમાણી (Harish Bhimani)
પ્રથમ વખત સીરીયલ 'મહાભારત' વર્ષ 1988માં દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી, જેનું નિર્દેશન બીઆર ચોપરાએ કર્યું હતું. આમાં તમામ પાત્રોએ પોતાના જોરદાર અભિનયથી લોકોને તેમની પૂજા કરવા અને તેમને ભગવાન માનવા માટે મજબૂર કરી દીધા હતા. એક જ પાત્ર હતું, જે ક્યારેય કોઈની સામે દેખાતું નહોતું, જેણે ફક્ત પોતાના અવાજથી દરેકના દિલમાં જગ્યા બનાવી હતી, તે હતું 'સમય'નું પાત્ર. આ પાત્રની પાછળ પ્રખ્યાત વોઈસ ઓવર આર્ટિસ્ટ હરીશ ભીમાણીનો અવાજ હતો. ભાગ્યે જ કોઈ હશે જેને હરીશ ભીમાણીનો આ અવાજ યાદ ન હોય. ભાગ્યે જ કોઈ એવો હશે જે અવાજ સાથે જોડાયેલા ન હોય. હરીશ ભીમાણીએ એક ઈન્ટરવ્યુમાં પોતાનો અવાજ આપવા પાછળની કથા જણાવી હતી.
નવભારત ટાઈમ્સ અનુસાર, શકુની મામા એટલે કે ગુફી પેન્ટલ શકુનીની ભૂમિકા ભજવવાની સાથે શોના કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતા. તેથી એક દિવસ તેમણે હરીશ ભીમાણીની ઓફિસ પર ફોન કર્યો અને એક કાગળ પર કંઈક મૂક્યું. જે તેમને રેકોર્ડ કરવાનું કહેવામાં આવ્યું હતું. પણ તેમને ખબર ન હતી કે તેમનો અવાજ શા માટે રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે?
આ પછી, તેમને ઘણી વખત સ્ટુડિયોમાં બોલાવવામાં આવ્યો અને રેકોર્ડિંગ દરમિયાન લગભગ 6-7 ટેક આપ્યા, પરંતુ અવાજ ફાઇનલ ન હતો, તેથી તેમને અવાજમાં થોડો ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું. આના પર હરીશ ભીમાણીએ અવાજનો ટેમ્પો વધારવા કહ્યું, પરંતુ અવાજ બદલવાથી અવાજ ખરાબ થઈ જતો હોવાથી તેને બદલવાની ના પાડી. પછી તેમણે અવાજમાં થોડી ગંભીરતા લાવીને વોઈસ ઓવર કર્યું અને તે પાસ થયા હતા. આ રીતે હરીશ ભીમાણી સમયનો અવાજ બની ગયા હતા.
હરીશ ભીમાણી માત્ર વોઈસ ઓવર આર્ટિસ્ટ જ નથી પણ લેખક, ડોક્યુમેન્ટ્રી અને કોર્પોરેટ ફિલ્મમેકર અને ન્યૂઝ એન્કર પણ છે. તેમણે સુકન્યા, ગ્રહણ અને છોટી બડી બાતેં જેવી સિરિયલો લખી છે. તેઓ અત્યાર સુધીમાં 22 હજારથી વધુ રેકોર્ડિંગ કરી ચૂક્યા છે. આ ઉપરાંત, વર્ષ 2016 માં મરાઠી દસ્તાવેજી-ફીચર ફિલ્મ 'મલા લાજ વાટત નાહી' માટે તેમને શ્રેષ્ઠ વૉઇસ ઓવર માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર