Home /News /entertainment /

શું કાંચડાની જેમ રંગ બદલે છે આસિત મોદી? શૈલેષ લોઢાની પોસ્ટ પર યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

શું કાંચડાની જેમ રંગ બદલે છે આસિત મોદી? શૈલેષ લોઢાની પોસ્ટ પર યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

શૈલૈષે લોઢાએ કોણે કાંચડો કહી રહ્યા છે.

પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી શૈલેષ લોઢા અત્યારે ગાયબ છે. તેમને શો છોડી દીધો હોવાના સમાચાર છે. પ્રોડ્યુસર આસિત મોદી અને શૈલેષ લોઢાની વચ્ચે કોલ્ડ વૉર ચર્ચામાં છે. ફેન્સ બંનેની વાતને એકબીજાની ટિપ્પણી કરતા હોવાનું સમજી રહ્યા છે. હવે શૈલેષ લોઢાની નવી ઈન્સ્ટા પોસ્ટને જ લઈ લો

વધુ જુઓ ...
    પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી શૈલેષ લોઢા અત્યારે ગાયબ છે. તેમને શો છોડી દીધો હોવાના સમાચાર છે. પ્રોડ્યુસર આસિત મોદી અને શૈલેષ લોઢાની વચ્ચે કોલ્ડ વૉર ચર્ચામાં છે. ફેન્સ બંનેની વાતને એકબીજાની ટિપ્પણી કરતા હોવાનું સમજી રહ્યા છે. હવે શૈલેષ લોઢાની નવી ઈન્સ્ટા પોસ્ટને જ લઈ લો. એક્ટરની પોસ્ટને યુઝર્સ તારક મહેતાના શોના પ્રોડ્યુસર આસિત મોદીને ટોન્ટ માર્યો હોવાનું માની રહ્યા છે.

    શૈલેષ લોઢાએ પોસ્ટમાં શું લખ્યું?

    શૈલેષની પોસ્ટ જ કંઈક એવી હતી કે જેને વાંચીને મહેસૂસ થાય છે તે તેમને કોઈના પર નિશાન સાધ્યું છે. શૈલેષની આ પોસ્ટ કાંચડાના નામે છે. પોતાની પોસ્ટમાં કાંચડાના ફોટાની સાથે શૈલેષ લોઢાએ કવિતા લખી- મેં કાંચડાને પૂછ્યું, કેમ ઉદાસ છે? તો તે કહે છે કે રંગ બદલવાની એક જ કળા તો મારી પાસે હતી, પરંતુ જુઓ આ સમય કેટલો અપ્રમાણિક થઈ ગયો, હવે રંગ બદલતા લોકોને લોકો કાંચડો નથી કહેતા. કહે છે કે જુઓ તે મનુષ્ય થઈ ગયો.




    યુઝર્સે કમેન્ટ્સ કરી

    શૈલેષની શૈલીથી નીકળેલી આ રચના કોણા માટે છે એ તો એક્ટર જ સારી જાણે છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે ખુલીને પ્રતિક્રિયા આપી છે. લોકોને વિશ્વાસ છે કે શૈલેષ લોઢાએ પોતાની આ પોસ્ટ દ્વારા પ્રોડ્યુસર આસિત મોદી પર નિશાન સાધ્યું છે. એક યુઝરે લખ્યું- સર જ્યારથી તમે તારક મહેતા છોડી દીધો છે ત્યારથી તમે દુઃખી પોસ્ટ અને સ્ટોરી શેર કરો છો, બધું બરાબર તો છે ને? બીજાએ લખ્યું- ઈન્ડાયરેક્ટલી આસિત મોદી. એક વ્યક્તિએ લખ્યપં-કટાક્ષ સીધો પ્રોડ્યુસર પર. લોકોના અનુસાર કાંચડો કોઈ બીજું નહીં આસિત મોદી છે. યુઝર્સે શૈલેષ લોઢાની આ રચનાની પ્રશંસા કરી છે.

    શૈલેષ લોઢાની વાપસીની રાહમાં ફેન્સ

    ઘણા લોકો તારક મહેતામાં શૈલેષ લોઢાની વાપસીની વાત કરે છે. તેઓ એક્ટરને શોમાં પરત ફરવાની વિનંતી કરતા જોવા મળે છે. એક યુઝર્સે લખ્યું- તમે જોરદાર છો સરજી હું તમારો બહુ મોટો ફેન છું. તમારા વગર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અધૂરો છે, તમે ક્યારે પાછા ફરશો સર. હવે શૈલેષ લોઢાનું શોમાં આવવાનુ મુશ્કેલ લાગી રહ્યું છે. મેકર્સ અને એક્ટરની વચ્ચે તણાવ જગજાહેર થઈ ગયો છે. શૈલેષ પહેલા દિશા વાકાણીએ તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો છે. જે રીતે બેક ટૂ બેક સ્ટાર્સ આ શો છોડી રહ્યા છે મેકર્સની ચિંતા વધી ગઈ છે. રિપોર્ટ્સના અનુસાર, આસિત મોદીએ નવો કોન્ટ્રાક્ટ બનાવ્યો છે જેનાથી શો છોડવો સ્ટારકાસ્ટ માટે સરળ નહીં હોય.

    બીજી તરફ આસિત મોદીએ પોતાના નિદેવનમાં શૈલેષ લોઢાને અલ્ટીમેટ આપ્યું છે. સ્પષ્ટ કહ્યું હતું, તારક મહેતા શોમાં જરૂર આવશે. જૂના તારક મહેતા આવે છે તો પણ સારું છે નહીં તો નવા તારક મહેતા આવશે. હવે તારક મહેતાની રાહ જોવાઈ રહી છે. જોવાનું એ રહ્યું કે તેમની શોમાં એન્ટ્રી ક્યારે થશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Asit modi, Shailesh Lodha, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन