કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર ફિલ્મ 'KGF-2' (Film KFG-2) સિનેમાઘરોમાં સફળતાના નવા શિખરો સર રહી છે. આ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. છેલ્લા 20 દિવસમાં આ ફિલ્મે દુનિયાભરમાં કમાણીના (KGF-2 Worldwide Collection) અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે ઉત્તર ભારતમાં માત્ર 20 દિવસમાં 382.90 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મમાં સુપરસ્ટાર યશની સાથે વિલન ગરૂડા (villain Garuda) ચર્ચાનો મુદ્દો બન્યો છે. ફિલ્મમાં ખૂંખાર ગરૂડાનું પાત્ર નિભાવનાર એક્ટર રામચંદ્ર રાજૂ (Ramchandra Raju) પોતાની શાનદાર એક્ટિંગથી ફેન્સના દિલોમાં રાજ કરી રહ્યો છે. ગરૂડાની ભૂમિકા બાદ તેને એક વર્ષમાં ઘણી મોટી તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોની ઓફર મળી હતી. આપને જણાવી દઈએ કે વર્ષ 2018માં રિલીઝ થયેલી 'KGF 1' પણ રામચંદ્ર રાજુની (Ramchandra raju Biography) ડેબ્યૂ ફિલ્મ હતી.
રામચંદ્રનું અંગત જીવન
રામચંદ્ર રાજુનો જન્મ 1981માં કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. બેંગ્લોરમાં સામાન્ય પરિવારમાં ઉછરેલા રામચંદ્રએ બેંગ્લોરમાં શાળા અને ગ્રેજ્યુએશનનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. રામચંદ્ર રાજૂને કોલેજ ટાઇમથી જ બોડી બિલ્ડિંગનો શોખ હતો. પોતાના આ શોખને પૂરો કરવાની સાથે તે બોડી બિલ્ડિંગ કોમ્પિટીશનમાં પણ ભાગ લેવા લાગ્યો હતો. રામચંદ્ર રાજુનું કદ સારું હતું, તેથી કોઈએ તેમને બાઉન્સર અને સેલેબ્સ સિક્યુરિટી ગાર્ડ બનવાની સલાહ આપી હતી.
8 વર્ષથી છે યશનો બોડીગાર્ડ
વર્ષ 2014માં એક એક્સપર્ટની મદદથી રામચંદ્ર રાજુને કન્નડ સ્ટાર યશનો બોડીગાર્ડ બનવાનો અવસર મળ્યો હતો. આ દરમિયાન તે યશ સાથે પડછાયાની જેમ રહેતો હતો. વર્ષ 2016માં જ્યારે યશ KGF ના સંબંધમાં ડિરેક્ટર પ્રશાંત નીલને મળવા આવ્યો હતો ત્યારે પ્રશાંતે રામચંદ્ર રાજુને ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે ઓડિશન આપવાની સલાહ આપી. આ પછી જ્યારે તેણે યશ સાથે આ વિશે વાત કરી તો તેણે હા પાડી અને તે 'રામચંદ્ર રાજુ'માંથી KGFનો 'ગરૂડા' બની ગયો.
'KGF 1'માં 'ગરુડા'ના પાત્રથી રામચંદ્ર રાજુ એટલો ફેમસ થયો કે તેને એક પછી એક ઘણી મોટી ફિલ્મોની ઑફર મળવા લાગી. 'KGF 1' પછી રામચંદ્રએ તમિલ ફિલ્મો 'સુલ્તાન' અને 'કોડિયલ ઓરુવન', કન્નડ ફિલ્મો 'મધગજા' અને 'રાઇડર', તેલુગુ ફિલ્મો 'મહા સમુદ્રમ' અને 'ભીમલા નાયક' અને મલયાલમ ફિલ્મ 'આરાટ્ટુ'માં વિલનની ભૂમિકા ભજવી હતી. રામચંદ્ર માત્ર 4 વર્ષમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા વિલનમાંથી એક બની ગયો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર