Jay Bheem: કોણ છે 'જય ભીમ' જસ્ટિસ કે.ચંદ્રુ? જેમણે માનવ અધિકારના કેસોની ફી લીધી ન હતી
Jay Bheem: કોણ છે 'જય ભીમ' જસ્ટિસ કે.ચંદ્રુ? જેમણે માનવ અધિકારના કેસોની ફી લીધી ન હતી
'જય ભીમ' (Jay Bheem)માં આદિવાસીઓના હક અને અધિકારો વિશે બતાવવામાં આવ્યું છે.
જય ભીમ (Jay Bheem) નું આ પાત્ર મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court)ના નિવૃત્ત જજ કે.ચંદ્રુ (Retr. Justice K. Chandru)ના વાસ્તવિક જીવનનું છે. જેમણે ઘણા વર્ષો સુધી વકીલ તરીકે આદિવાસીઓના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો અને તેમને ન્યાય અપાવ્યો
મુંબઈ : ધનતેરસના દિવસે રિલીઝ થનારી દક્ષિણ ભારતીય ફિલ્મ 'જય ભીમ' (Jay Bheem)માં આદિવાસીઓના હક અને અધિકારો વિશે બતાવવામાં આવ્યું છે. આ માટે લડતા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સુર્યા શિવકુમાર (Shiv Kumar) જોવા મળે છે. તેણે આ ફિલ્મ (Film)માં એક વકીલની ભૂમિકા ભજવી છે, જે હંમેશા ગરીબ અને આદિવાસી લોકોના અધિકારો માટે અવાજ ઉઠાવે છે. સૂર્યાના આ પાત્રની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. વાસ્તવમાં, આ પાત્ર મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court)ના નિવૃત્ત જજ કે.ચંદ્રુ (Retr. Justice K. Chandru)ના વાસ્તવિક જીવનનું છે. જેમણે ઘણા વર્ષો સુધી વકીલ તરીકે આદિવાસીઓના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો અને તેમને ન્યાય અપાવ્યો.
કોણ છે નિવૃત્ત જજ કે.ચંદ્રુ?
મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ કે. ચંદ્રુએ પોતાની કારકિર્દી વકીલ તરીકે શરૂ કરી હતી. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે માનવ અધિકારના ઘણા કેસ લડ્યા, જેના માટે તેમણે ક્યારેય કોઈ પૈસા લીધા નથી. સૂર્યાની ફિલ્મ 'જય ભીમ'માં તેના 1995ના વાસ્તવિક કેસની વાર્તા દર્શાવવામાં આવી છે. આ મામલો આદિવાસી ઇરુલર સમુદાયની એક મહિલાનો હતો, જેના પર પોલીસે કસ્ટડીમાં અત્યાચાર ગુજાર્યો હતો અને પોલીસ કસ્ટડીમાં તેના પતિની નિર્દયતાથી હત્યા કરી હતી. જસ્ટિસ ચંદ્રુએ આ મહિલાને ન્યાય અપાવવા માટે દરેક શક્ય રીતે મદદ કરી હતી અને ન્યાય પણ મળ્યો હતો.
96 હજાર કેસની સુનાવણી કરી ચુક્યા છે
જસ્ટિસ કે, ચંદ્રુ પહેલા એક્ટિવિસ્ટ હતા, પછી તેઓ વકીલ બન્યા અને પછી મદ્રાસ હાઈકોર્ટના જજ બન્યા. જસ્ટિસ કે. ચંદ્રુ ભારતના જાણીતા ન્યાયાધીશોમાંના એક છે. ઓનલાઈન રિપોર્ટ્સ અનુસાર, જજ તરીકે તેમણે ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા અને 96,000 કેસનો નિકાલ કર્યો, જે એક રેકોર્ડ છે. કારણ કે સામાન્ય રીતે કોઈપણ જજ પોતાની કારકિર્દીમાં માત્ર 10 કે 20 હજાર કેસની સુનાવણી કરી શકતા હોય છે. તેમના ઐતિહાસિક નિર્ણયોમાં સમાન કબ્રસ્તાનની ઉપલબ્ધતાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે. તેમની એક વિશેષતા એ છે કે કે. ચંદ્રુએ ક્યારેય મહિલાઓ, ગરીબ અને નિર્બળ લોકો પાસેથી માનવ અધિકાર સંબંધિત બાબતોમાં પૈસા લીધા નથી.
જસ્ટિસ ચંદ્રુ સાદું જીવન જીવે છે
જસ્ટિસ કે. ચંદ્રુ 2006માં મદ્રાસ હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને 2009માં કાયમી જજ બન્યા. તે લોકોને કહેતો હતો કે કોર્ટમાં તેને 'માય લોર્ડ' ના કહેવા જોઈએ. આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં તેઓ સાદું જીવન જીવતા હતા. તેમણે પોતાની કારમાંથી લાલ બત્તી પણ હટાવી દીધી હતી અને સુરક્ષા માટે ગાર્ડ રાખવાની ના પાડી દીધી હતી.