Home /News /entertainment /બોલિવૂડનો નેકસ્ટ સુપરસ્ટાર કોણ છે? પ્રિયંકા ચોપરાએ આ સ્ટારકીડનું નામ આપ્યું, જાણો...

બોલિવૂડનો નેકસ્ટ સુપરસ્ટાર કોણ છે? પ્રિયંકા ચોપરાએ આ સ્ટારકીડનું નામ આપ્યું, જાણો...

પ્રિયંકા ચોપરા ગ્લોબલ સ્ટાર છે. (ફોટો સૌજન્ય: Instagram: @priyankachopra)

પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં તેની વેબ સીરિઝ 'સિટાડેલ'ને લઈને ઘણી ચર્ચામાં છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ સાથે સંબંધિત એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેણે બોલિવૂડના આગામી સુપરસ્ટારનું નામ કહ્યું હતુ.

મુંબઈ : બોલિવૂડમાં એક સ્ટાર બીજાને સુપરસ્ટાર કહેતો જોવાનું બહુ ઓછું જોવા મળતુ હોય છે,  અને જ્યારે અભિનેત્રીઓની વાત આવે છે, તો ભાગ્યેજ કોઈ એકબીજાના વખાણ કે એપ્રીસિએટ કરતુ સાંભળવા મળતુ હોય છે. જોકે, હાલમાં જ  બોલિવૂડથી હોલિવૂડ સુધીની સફર કરનાર 'દેશી ગર્લ' એટલે કે પ્રિયંકા ચોપરા જોનાસે એક સ્ટારકિડને બોલિવૂડની આગામી સુપરસ્ટાર ગણાવી છે. પ્રિયંકાની આ વાત બાદ તે અભિનેત્રી ખૂબજ ખુશ છે. અને તેણે પ્રિયંકાનો ખાસ આભાર માન્યો છે.

પીસી એટલે કે, પ્રિયંકા ચોપરા હાલન  દિવસોમાં તેની વેબ સીરિઝ 'સિટાડેલ'ને લઈને ઘણી ચર્ચામાં છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ સાથે સંબંધિત એક ઈવેન્ટમાં પહોંચી  હતી, જ્યાં બોલિવૂડના આગામી સુપરસ્ટારનું નામ સામે આવ્યું છે.

પ્રિયંકા ચોપરાએ આલિયાના વખાણ કર્યા

પ્રિયંકા ચોપરાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતુ કે, મને ખબર છે કે, આગામી સુપરસ્ટાર કોણ હશે. પ્રિયંકાએ કહ્યું કે, મને પૂજા બેદીની દીકરી અલાયા ફર્નિચરવાલા ખૂબ ગમે છે. જોકે, એ મારુ માનવુ પણ છે, અને મારી એ વાત સાચી પણ થઈ જશે. જોકે, હાલ પ્રિયંકાનો આ વીડિયો ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. અને લોકોએ તેને પસંદ પણ કરી રહ્યાં છે.



આ પણ વાંચો : શું પ્રેગ્નેન્સીના કારણે સ્વરાએ ઉતાવળે કર્યા લગ્ન? વાયરલ ફોટોથી શરુ થઈ અટકળો, જાણો હકીકત

વીડિયો પર કોમેન્ટ કરતાં યુઝર્સ કહી રહ્યા છે કે, હવે અલાયા એફને સારી ફિલ્મો મળશે, પ્રિયંકાએ તેનું નામ લીધું છે. આલાયાએ સૈફ અલી ખાન સાથેની ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

અલાયા વખાણ સાંભળીને ખૂૂબ ખુશ થઈ હતી

પ્રિયંકાની ટિપ્પણીથી ગદગદ, આલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક્ટ્રેસનો આ વીડિયો શેર કરતી વખતે એક ખાસ નોંધ લખી છે. આલિયાએ લખ્યું, 'હું કેવું અનુભવું છું, તે શબ્દોમાં વર્ણવી શકતી નથી. જ્યારે તમારો સૌથી ફેવરીટ સ્ટાર તમારું નામ લે છે, અને કહે છે કે, આગામી સુપરસ્ટાર કોણ હશે, તો આનાથી વધારે સારી ફીલીંગ્સ દુનિયામાં કોઈ હોઈ શકે નહીં... આભાર-આભાર પ્રિયંકા ચોપરા.

અલયા 'અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત'માં દેખાશે

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ અલાયા કાર્તિક આર્યન સાથે ફિલ્મ 'ફ્રેડી'માં જોવા મળી હતી, આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. હવે આલિયા ટૂંક સમયમાં 'અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત'માં જોવા મળશે.
First published:

Tags: Alaya F, Priyanka chopra