Home /News /entertainment /જાણો કોણ છે અર્જુન બિજલાની, જેની Bigg Boss OTTના સ્પર્ધક તરીકે થઇ પહેલી પસંદગી

જાણો કોણ છે અર્જુન બિજલાની, જેની Bigg Boss OTTના સ્પર્ધક તરીકે થઇ પહેલી પસંદગી

બિગ બોસ OTTમાં નજર આવશે અર્જુન બિજલાની

અર્જુને વર્ષ 2016માં રિયાલિટી શો ઝલક દિખલા જા -9માં પણ ભાગ લીધો હતો. સાથે જ ડાન્સ દીવાને 1 એન્ડ 2ને હોસ્ટ કર્યો હતો. ત્યારે હવે અર્જુન બિગ બોસમાં પણ કામ કરવા માટે તૈયાર છે.

  રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા અર્જુન બિજલાની (Arjun Bijlani)ને બિગ બોસની નવી સીઝનના પ્રથમ સ્પર્ધક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બિગ બોસ OTT (Bigg Boss OTT)ને 8 ઓગસ્ટથી વૂટ સિલેક્ટ (Voot Select) પર બતાવવામાં આવશે. જેનું પ્રથમ તબક્કાનું હોસ્ટિંગ કરણ જોહર (Karan Johar) કરશે. મહત્વનું છે કે આ શો સૌપ્રથમ OTT પર શરુ થશે અને બાદમાં તેને ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.

  આ પણ વાંચો- રાજને જોતા જ બાખડી પડી હતી શિલ્પા શેટ્ટી, પોલીસ રેઇડ દરમિયાન બંને વચ્ચે થયો હતો જોરદાર ઝઘડો

  અર્જુન છેલ્લા કેટલાક વર્ષોથી બિગ બોસ પર આવવા માટે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે હવે તેમનો પ્રયત્ન સફળ થયો છે અને તેઓ 2021માં બિગ બોસમાં જોવા મળશે. અર્જુને લેફ્ટ રાઈટ લેફ્ટ, મિલે જબ હમ તુ, નાગિન 2 અને 3, ઈશ્ક મેં મરજાવા જેવા લોકપ્રિય ટીવી શો દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું છે. અર્જુન ટીવી ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ લોકપ્રિય ચહેરો છે. હાલમાં તે રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરાયેલા સ્ટંટ આધારિત શો ખતરો કે ખિલાડી 11નો ભાગ છે, આ શોને કોરોના મહામારી દરમિયાન કેપટાઉનમાં શૂટ કરવામાં આવ્યો છે.

  અર્જુને વર્ષ 2016માં રિયાલિટી શો ઝલક દિખલા જા -9માં પણ ભાગ લીધો હતો. સાથે જ ડાન્સ દીવાને 1 એન્ડ 2ને હોસ્ટ કર્યો હતો. ત્યારે હવે અર્જુન બિગ બોસમાં પણ કામ કરવા માટે તૈયાર છે.

  આ પણ વાંચો-  TMKOC છોડવાનાં સમાચાર પર 'બબીતાજી'એ આપ્યું રિએક્શન, મુનમુન દત્તાએ જાણો શું કહ્યું?

  એટલું જ નહીં, અર્જુને વર્ષ 2020માં વેબ માટે સ્ટેટ ઓફ સીઝ : 26/11 (State Of Siege: 26/11)માં પણ કામ કર્યું છે. તેમજ તેણે Kehndi Haan Kehndi Naa અને Ishq Tanha જેવા મ્યુઝિક વિડિયોઝમાં પણ કામ કર્યું છે.

  અર્જુને વર્ષ 2013માં સ્નેહા બિજલાની સાથે લગ્ન કર્યા હતા અને દંપત્તિને ત્યાં 2015માં પુત્રનો જન્મ પણ થયો હતો, જેનું નામ અયાન રાખવામાં આવ્યું છે.

  આ પણ વાંચો- Prabhas: 200 કરોડની સંપત્તિનો માલિક છે પ્રભાસ, જીવે છે આવી લગ્ઝુરિયસ લાઇફ

  તમને જણાવી દઈએ કે અર્જુને આ વર્ષની શરૂઆતમાં બિગ બોસમાં ભાગ લેવાની પોતાની યોજના અંગે News18 સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, 'ઈમાનદારીથી વાત કરું તો હું અલગ અલગ પ્રકારની ભૂમિકા ભજવવા માંગુ છું. જોકે, અત્યારની સ્થિતિ એવી છે કે તમે કોઈ ટિપ્પણી ન કરી શકો કે તમે કેવો નિર્ણય લઇ રહ્યા છો. પરંતુ મને લાગે છે કે હું પડકારોનો સામનો સારી રીતે કરી લઈશ.'

  ત્યારે આ બધું જોતા લાગી રહ્યું છે કે અર્જુન માટે 'બિગ બોસ'ની પળ આવી જ ગઈ છે. સાથે જ તે ટીવીનો એક લોકપ્રિય ચહેરો છે, તેથી કહી શકાય કે તેઓ આ શોમાં શાનદાર પ્રદર્શન કરશે.
  First published:

  Tags: Arjun Bijlani, Bigg Boss OTT, Karan johar, Voot Select

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો