Home /News /entertainment /

Bollywood Interesting Story: જ્યારે શર્મિલા ટાગોરે શશિ કપૂર પર ચઢાવી દીધી હતી કાર, '... મારી પત્ની પૈસા માંગશે'

Bollywood Interesting Story: જ્યારે શર્મિલા ટાગોરે શશિ કપૂર પર ચઢાવી દીધી હતી કાર, '... મારી પત્ની પૈસા માંગશે'

શશિ કપૂર અને શર્મિલા ટાગોર

શશિ કપૂર (Shashi Kapoor) એ જમાનાના સૌથી લોકપ્રિય અભિનેતા (Popular Actor)ઓમાંના એક હતા. જ્યારે શર્મિલા ટાગોરે(Sharmila Tagore) શશિ કપૂર પર તેની કાર ચઢાવી દીધી હતી અને શશિ કપૂરે મજાકમાં કહ્યું હતું કે...

    શશિ કપૂર (Shashi Kapoor) એ જમાનાના સૌથી લોકપ્રિય અભિનેતા (Popular Actor)ઓમાંના એક હતા. તેમણે ઇન્ડસ્ટ્રીમાં દિવાર, શાન અને સુહાગ સહિત કેટલીક શાનદાર ફિલ્મો કરી હતી. આજે અમે તમને એ સમયના એક થ્રોબેક કિસ્સા (Throwback) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જ્યારે શર્મિલા ટાગોરે(Sharmila Tagore) શશિ કપૂર પર તેની કાર ચઢાવી દીધી હતી અને શશિ કપૂરે મજાકમાં કહ્યું હતું કે, જો તે આવું ફરી કરશે તો તેની પત્ની જેનિફર (Jenifar) તેની પાસે પૈસા માંગશે.

    શર્મિલાએ કાર પર કાબૂ ગુમાવ્યો અને...

    આ વાત તે સમયની છે જ્યારે અભિનેત્રી શર્મિલા અને અભિનેતા શશિ કપૂર વર્ષ 1970માં સુહાના સફરનું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન શર્મિલાએ અચાનક કાર પરથી કાબૂ ગુમાવી દેતા તેણે નજીકમાં ઊભેલા શશિ કપૂર પર કાર લગભગ ચઢાવી જ દીધી હતી.

    શશિ કપૂરઃ ધ હાઉસહોલ્ડર, ધ સ્ટાર નામના પુસ્તક માટે અસીમ છાબરાને શર્મિલા ટાગોર આ ઘટના વિશે જણાવ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, અમે સુહાના સફરનું શૂટિંગ કરી રહ્યા હતા, જેમાં એક સીન હતો જેમાં હું કાર ડ્રાઇવ કરી રહી છું અને શશિને તેમાંથી કૂદવાનું હતું. પરંતુ ખબર નહીં શું થયું અને મેં ગાડીના ક્લચ અને બ્રેક પરથી કાબૂ ગુમાવી દીધો અને કલ્વર્ટમાં ધસી ગઇ. જ્યાં રિફ્લેટક્ર લઇને ઉભેલો બિચારો લાઇટ મેન નીચે પડી ગયો. જોકે, શશિને કંઇ ન થયું.

    જેનિફર તારી પાસેથી પૈસા માંગશેઃ શશિ

    શર્મિલાએ આગળ જણાવ્યું કે, આ ઘટના બાદ શશિ કપુરે મારી સાથે મજાક કરતા કહ્યું કે, ફરી આવું કરીશ તો જેનિફર 3 બાળકો સાથે તારી પાસે આવશે અને કહેશે કે તેની પાસે દૂધ માટે પૈસા નથી! તે હંમેશા મસ્તી કરતા પરંતુ આદર પણ જાળવતા હતા.

    આ પણ વાંચોTMKOC: દિશા વાકાણીએ B-ગ્રેડ ફિલ્મોમાં પણ કર્યું છે કામ, આ ફિલ્મમાં તો બોલ્ડનેસની હદ વટાવી હતી

    શર્મિલાને સેટ પર હંમેશા ચીડવતા શશિ કપૂર

    આગળ વાતચીતમાં શર્મિલા ટાગોરે જણાવ્યું કે, શશિ કપૂર તેને હંમેશા ચીડવતા. શર્મિલા કહે છેકે, શશિ મને સતત ચીડવતા કારણ કે હું સેટ પર ડિરેક્ટરો સાથે ઘણી દલીલ કરતી હતી. દરેક વખતે, તે મને આગળ વધવાનું યાદ અપાવતા - ઝઘડો કરશો નહીં, બસ કરો! એમ કહેતા. આ બધું હું તેની પાસેથી શીખી છું. જ્યારે તમે પૈસા માટે અથવા કોઈ મિત્રને મદદ કરવા માટે કોઈ ફિલ્મ કરો છો, ત્યારે તમારા ઉદ્દેશ અંગે સ્પષ્ટ રહો અને પછી જે કરવાની જરૂર છે તે પૂર્ણ કરો. જ્યારે તમે સેટ પર આવો, અને સ્ક્રિપ્ટ અથવા ડિરેક્ટરની મર્યાદાઓથી વાકેફ હોવ, ત્યારે વધુ અપેક્ષાઓ રાખશો નહીં.
    First published:

    Tags: Bollywood Latest News, Sharmila tagore, Shashi Kapoor

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन