Home /News /entertainment /શાહરૂખની ફિલ્મ પઠાણના વખાણ કરતાં ફેમસ કોમેડિયને પાકિસ્તાનના 'પઠાણ' પર કટાક્ષ કર્યો, જુઓ વીડિયો
શાહરૂખની ફિલ્મ પઠાણના વખાણ કરતાં ફેમસ કોમેડિયને પાકિસ્તાનના 'પઠાણ' પર કટાક્ષ કર્યો, જુઓ વીડિયો
અનવર મકસૂદે ભારતના પઠાણના વખાણ કરી, પાકિસ્તાની પઠાણ પર કટાક્ષ કર્યો
બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મને દરેક જગ્યાએથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાની કોમેડિયન અનવર મકસૂદે પણ પાકિસ્તાનની ઓડિયન્સ સામે પઠાણની પ્રશંસા કરી હતી, પરંતુ તેણે પોતાના દેશના પઠાણો પર પણ ભારે કટાક્ષ કર્યો હતો.
લાહોરઃ પાકિસ્તાનના કોમેડિયન અનવર મકસૂદના ફેન્સની ઈન્ડિયામાં પણ કોઈ કમી નથી. તેમનો કાર્યક્રમ 'લૂઝ ટોક્સ' સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યો હતો અને આજે પણ ફેન્સ તેની નકલ કરતા રહેતા હોય છે. વ્યંગની દુનિયામાં તેને પાકિસ્તાનમાં બહોળા પ્રમાણમાં સાંભળવામાં આવે છે.
તેમની સેન્સ ઓફ હ્યુમર પણ અદ્ભુત છે, અને આ જ કારણથી તે પાકિસ્તાન અને ભારતના લોકોની પસંદ છે. જોકે, હાલ અનવર મકસૂદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની પ્રશંસા કરી હતી. આ સિવાય તેણે આડકતરી રીતે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિશે પણ વાત કરી હતી.
અનવર મકસૂદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે, પાકિસ્તાન લિટરેચર ફિલ્મ ફેસ્ટિવલ 2023નો છે. આ ફેસ્ટમાં તે સ્ટેજ પર તેમની એવરગ્રીન સ્ટાઈલમાં જોવા મળી રહ્યાં છે અને દર્શકો પણ તેમના પરફોર્મન્સનો આનંદ લઈ રહ્યો છે.
તેમણે આ ફેસ્ટિવલમાં ટ્રેન્ડિંગ ટોપીકમાં ફિલ્મ પઠાણને પસંદ કરી હતી. જેમાં તેમણે ભારતના પઠાણ એટલે કે, શાહરૂખ ખાન વિશે વાત કરી હતી, જોકે, ફિલ્મના પઠાણ અને પાકિસ્તાનના પઠાણ અંગે કટાક્ષ કરતા તેમણે ઘણુ બધુ કહી દીધુ હતુ.
શાહરૂખ ખાનના પઠાણના વખાણ કરતા તેમણે કહ્યું કે, પઠાણે ભારતમાં જબરદસ્ત કમાણી કરી છે. આના પર તમામ પાકિસ્તાની દર્શકો તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. ત્યારબાદ અનવર મકસૂદે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાકિસ્તાનના પઠાણને કોઈ સફળતા મળી રહી નથી. પાકિસ્તાનના પઠાણ પર માત્ર FIR જ લગાવવામાં આવી રહી છે.
શાહરૂખ ખાનની પઠાણની વાત કરીએ તો ફિલ્મે જબરદસ્ત કમાણી કરી છે. જ્યાં એક તરફ આ ફિલ્મે ભારતમાં 500 કરોડથી વધુની કમાણી કરી છે, તો બીજી તરફ આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી છે. હજુ પણ ફિલ્મની કમાણી ચાલુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર