Home /News /entertainment /હૃતિક રોશનની ઓન-સ્ક્રીન બહેન 'શિક્ષા' ક્યાં અને શું કરી રહી છે, 13 વર્ષમાં જ બદલાઈ ગયો લુક..

હૃતિક રોશનની ઓન-સ્ક્રીન બહેન 'શિક્ષા' ક્યાં અને શું કરી રહી છે, 13 વર્ષમાં જ બદલાઈ ગયો લુક..

'શિક્ષા',નો 13 વર્ષમાં બદલાઈ ગયો લુક, 27 વર્ષની ઉંમરે મચાવ્યો હતો હંગામો!

Hrithik Roshan Onscreen sister Shiksha: તમને હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા અને સંજય દત્ત અભિનીત 2012ની સુપરહિટ ફિલ્મ 'અગ્નિપથ' યાદ હશે. આ યાદગાર ફિલ્મમાં આવા ઘણા દ્રશ્યો હતા, જે ખૂબજ ભાવુક કરી દે. આ સાથે ફિલ્મના ગીતો આજે પણ લોકોના હોઠ પર છે. એ ગીતોમાં એક ગીત 'અભી મુઝ મેં કહીં' પણ સામેલ છે. જે ખૂબ જ ઈમોશનલ ગીત છે. આ ગીતમાં પ્રિયંકા-હૃતિક સાથે જોવા મળતી છોકરી ઘણી બદલાઈ ગઈ છે.

વધુ જુઓ ...
મુંબઈ : 'અભી મુઝ મેં કહીં' ગીતની શરૂઆતમાં પ્રિયંકા ચોપરા સાથે સ્કૂલ ડ્રેસમાં ઉભેલી એક ખૂબ જ સુંદર છોકરી લોકોની ભીડમાં જોવા મળે છે. આ માસૂમ બાળકીને જોઈને હૃતિક રોશન સ્તબ્ધ થઈ જતો હોય છે, અને તેની આંખો આંસુઓથી ભરાઈ જાય છે.

તમને જણાવી દઈએ કે, આ ગીતમાં જે છોકરી જોવા મળી રહી છે, તેનું નામ કનિકા તિવારી છે. જેણે આ ફિલ્મમાં હૃતિક રોશનની ઓન-સ્ક્રીન બહેન શિક્ષાની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે,  'અભી મુઝમે કહીં' ગીત  અલગ થયેલા ભાઈ-બહેન પર ચિત્રિત કરવામાં આવ્યું છે. ગીતમાં કનિકા અને હૃતિકના એક્સપ્રેશન્સ અદ્ભુત છે.



ફિલ્મ 'અગ્નિપથ' રિલીઝ થયાને અગિયાર વર્ષ વીતી ગયા છે. જ્યારે આ ફિલ્મ આવી ત્યારે કનિકા 15 વર્ષની હતી. આ ફિલ્મ તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ હતી. તેણે પોતાની ડેબ્યુ ફિલ્મથી બધાના દિલ જીતી લીધા હતા. કનિકા હવે દર્શકોમાં હૃતિકની ઓન-સ્ક્રીન બહેન તરીકે પ્રખ્યાત છે.

આ પણ વાંચો :  મસ્ક અને ઝુકરબર્ગ સામસામે, મેટા ટ્વિટર સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહ્યું છે, નવું સોશિયલ મીડિયા નેટવર્ક લાવવાની તૈયારી...

જોકે, હવે તમને જણાવી દઈએ કે, કનિકા ઘણી મોટી થઈ ગઈ છે. હિન્દી ફિલ્મોની સાથે તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ ધૂમ મચાવી રહી છે. જણાવી દઈએ કે, હૃતિકની રીલ લાઈફ બહેન શિક્ષા ઉર્ફે કનિકા તિવારીનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

9 માર્ચ, 1996ના રોજ મધ્યપ્રદેશમાં જન્મેલી કનિકા હવે 27 વર્ષની છે. તમને જાણીને નવાઈ લાગશે કે, જ્યારે કનિકાએ ફિલ્મ અગ્નિગપ્ત માટે ઓડિશન આપ્યું ત્યારે તેને કઠિન કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું. શિક્ષાના રોલ માટે તેને 7000 છોકરીઓમાંથી પસંદ કરવામાં આવી હતી. ઓડિશન દરમિયાન, કનિકા પોતાની માસૂમિયત અને સુંદર સ્મિતથી બધાનું દિલ જીતવામાં સફળ રહી.

અમે તમને કનિકા વિશે એક મજાની વાત જણાવીએ કે, કનિકા ટીવી સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠીની કઝિન છે. કનિકાને અભિનયની દુનિયામાં આવવાની પ્રેરણા તેની બહેન દિવ્યાંકા પાસેથી મળી હતી.

જણાવી દઈએ કે 'અગ્નિપથ' સિવાય કનિકા બોય મીટ્સ ગર્લ, રંગન સ્ટાઈલ અને અવિ કુમારમાં જોવા મળી છે. આ સાથે તે હવે સાઉથની સ્ટાર બની ગઈ છે.
First published:

Tags: Bollywood actress, Hrithik roshan, Kanika tiwari amazing transformation