Home /News /entertainment /Bollywood : જ્યારે વરુણ ધવનને તેના ભાઈ રોહિતે જાહેરમાં થપ્પડ મારી હતી, અભિનેતાના થયા હતા આવા હાલ
Bollywood : જ્યારે વરુણ ધવનને તેના ભાઈ રોહિતે જાહેરમાં થપ્પડ મારી હતી, અભિનેતાના થયા હતા આવા હાલ
જ્યારે વરુણ ધવનને તેના ભાઇએ એકસાથે 6 થપ્પડ મારી હતી
વરુણ ધવન (Varun Dhawan Birthday)24મી એપ્રિલે પોતાનો 35મો જન્મદિવસ ઉજવશે. આ વખતે તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. રિપોર્ટ અનુસાર, તે પોતાનો 35મો જન્મદિવસ તેની લવ લેડી નતાશા દલાલ (Natasha Dalal) અને પરિવાર સાથે સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે.
બોલિવૂડ અભિનેતા વરુણ ધવને વર્ષ 2012માં કરણ જોહરની 'સ્ટુડન્ટ ઓફ ધ યર' દ્વારા મુખ્ય અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. વરુણ ધવનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યાને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. આ 10 વર્ષમાં તેણે 'મેં તેરા હીરો', 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'બદ્રીનાથ કી દુલ્હનિયા', 'દિલવાલે', 'બદલાપુર', 'ABCD 2', 'Dishoom', 'Judwa 2', 'October', 'સ્ટ્રીટ ડાન્સર 3ડી', 'કલંક' અને 'કુલી નંબર 1' જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મો માટે તેને ઘણી પ્રશંસા પણ મળી છે. પરંતુ શું તમે જાણો છો કે વરુણ ધવનના ભાઈ રોહિત ધવને તેને જાહેરમાં થપ્પડ મારી હતી, જેના કારણે વરુણની હાલત ખરાબ થઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે વરુણ ધવન (Varun Dhawan Birthday) 24 એપ્રિલે પોતાનો 35મો જન્મદિવસ ઉજવશે. આ વખતે તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. રિપોર્ટ અનુસાર, તે પોતાનો 35મો જન્મદિવસ તેની લવ લેડી નતાશા દલાલ અને પરિવાર સાથે સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે.
ગયા વર્ષે જ્યારે ફિલ્મ 'કુલી નંબર 1' રિલીઝ થવાની હતી ત્યારે વરુણે આ ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. તેણે તેના પિતા નિર્દેશક ડેવિડ ધવન સાથે આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ બંને સિવાય એક્ટર અનુપમ ખેર પણ તે ઈવેન્ટમાં હાજર હતા. ત્યારે એક સવાલનો જવાબ આપતા વરુણ ધવને પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા. જે સાંભળ્યા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ઈવેન્ટ દરમિયાન વરુણે કહ્યું હતું કે એકવાર એક છોકરી સાથે રૂમમાં હતો ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. તે છોકરી દરવાજા પાસે ગઇ અને આવીને કહ્યું કે તારો ભાઈ આવ્યો છે. આ સાંભળીને વરુણ ખરાબ રીતે ધ્રૂજી ઉઠ્યો. પોતાના રહસ્ય વિશે ખુલાસો કરતી વખતે વરુણે આગળ કહ્યું કે તે રૂમમાંથી બહાર આવ્યો કે તરત જ તેના ભાઈએ કંઈ પણ સાંભળ્યા વિના તેને થપ્પડ મારી દીધી.
વરુણે કહ્યું હતું કે 'અમે ચાલી રહ્યા હતા અને જ્યારે અમે ફ્લોર પરથી નીચે આવી રહ્યા હતા, ત્યારે મારો ભાઈ એક પછી એક થપ્પડ મારી રહ્યો હતો અને આમ કરતી વખતે તેણે મને છ થપ્પડ મારી દીધી. મને આ જોઈને નવાઈ લાગી. મેં રોહિતને કહ્યું કે આ બધી વાતો માતા-પિતાને ના કહે, મેં તેને વિનંતી કરી. મેં વિચાર્યું કે એ કોઇને નહીં કહે પરંતુ તેણે જઈને બધાને બધું કહી દીધું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર